તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:MPની પરિણીતાને પતિએ પટ્ટા વડે મારતાં વડોદરા ભાગી આવી

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાને અભયમે તેના ભાઈ પાસે પહોંચાડી

મધ્યપ્રદેશમાં પતિ સાથે મજૂરી કરતી પત્નીને પતિ મારઝૂડ કરતો હોવાથી તે ખાનગી બસમાં વડોદરા આવી ગઈ હતી. અભયમે પરિણીતાને તેના મોરબી ખાતે રહેતા ભાઈને સુપરત કરી હતી. સોમા તલાવ વિસ્તારમાં 20થી 22 વર્ષની પરિણીતા એકલી બેઠી હોવાની અને તે રડતી હોવાની માહિતી અભયમને મળતાં ટીમ સોમા તલાવ પહોંચી હતી. ટીમે વાતચીત કરતાં તેણે વ્યથા વર્ણવી હતી.

પરિણીતાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના જામ્બુઆ ગામ ખાતે તેના લગ્ન થયા હતા. તે અને તેનો પતિ મજૂરી કામ કરતાં હતાં. પતિ અવાર-નવાર મારઝૂડ કરતો હતો. થોડા દિવસ પહેલાં પતિએ પટ્ટા વડે મારતાં તે બીકના માર્યા ખાનગી બસમાં બેસી વડોદરા આવી હતી. તેનો ભાઈ મોરબીમાં રહેતો હોવાનું જાણવા મળતાં અભયમની ટીમે તેના ભાઈને વડોદરા બોલાવીી પરિણીતાને તેને સોંપી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો