તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું ગ્રહણ:મોરબી એસટી તંત્રને તહેવારો ન ફળ્યા, આવકમાં અડધોઅડધ ઘટાડો

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું ગ્રહણ પ્રવાસનને પણ નડ્યું, ખેતમજૂરોએ જ મુસાફરી કરી
  • 10 દિવસમાં 26.46 લાખની આવક, ગત વર્ષે 52.35 લાખની કમાણી થઇ હતી

વિક્રમ સંવતના અંતિમ દિન એવા દિવાળી અને ત્યાર બાદ નવા વર્ષની ઉજવણીની ગુજરાતમાં ધામધૂમથી ઊજવણી થતી હોય છે. લોકો એકબીજાના ઘરે જઇ તહેવારો ઉજવતા હોય છે અથવા દિવાળી બાદ યાત્રા ધામના પ્રવાસે નીકળી પડતા હોય છે. જો કે ચાલુ વર્ષે કોરોનાએ તમામ તહેવારની ઉજવણી ફિક્કી પાડી દીધી હતી.

જો કે દિવાળી પર્વની ઉજવણી માટે લોકો બહાર નીકળ્યા હતા પરંતુ યાત્રા પ્રવાસની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. કોરોનાને કારણે લોકોએ પ્રવાસ ઓછો કરી દેતા માત્ર દાહોદ અને ગોધરા બાજુના મોટા પ્રમાણમાં શ્રમિકો મોરબીમાં રહીને મજૂરી કરતા હોય અને આ લોકો વર્ષે એક વખત દિવાળીએ વતન જતા હોવાથી તેઓ માટે જ એસટી તંત્ર દ્વારા દિવાળીમાં 15થી વધુ બસો દાહોદ બાજુ દોડાવવામાં આવી હતી. જેમાંથી રૂ.3.30 લાખ જેટલી આવક થઈ છે.

આ ઉપરાંત, 10 થી 19 નવેમ્બર સુધીમાં એસટી તંત્રને રૂ. 29,46,191 જેટલો ધનલાભ થયો છે. જો કે આ લાભ ગત વર્ષ કરતા ઘણો ઓછો થયો છે. મોરબી એસટી ડેપો દ્વારા 2019ના વર્ષની દિવાળી પર્વમાં લોકો મોટી સંખ્યામાં ફરવા નીકળી પડ્યા હતા જેના કારણે જે તે સમયે 15 દિવસમાં 52.35 લાખ જેટલી આવક થઈ હતી. મોરબી એસટી ડેપોને દિવાળી પર્વમાં દર વર્ષની થતી આવકમાં 50 ટકા કરતા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે. આ પહેલા પણ લોકડાઉનને કારણે બંધ પડેલી એસટીને આવકનો ઘટાડો સહન કરવાનો વારો આવ્યો છે.

આવકમાં ઘટાડાના મુખ્ય કારણ

  • એસટીની આવકમાં ઘટાડાનું મુખ્ય કારણ કોરોના મહામારીને કારણે લાગેલા લોકડાઉન સમયે જે મજૂરો તેમના વતન જતા રહ્યા હતા તેમાંથી ઘણા પરત ફર્યા ન હતા જેથી તેઓનો હાલ વતનમાં જનારાની સંખ્યા ઘટી હતી.
  • આ ઉપરાંત શાળા કોલેજ પણ બંધ હોવાથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા છાત્રો પણ ઘરે જ હોવાથી તે સંખ્યા ઘટી હતી.
  • દિવાળી ઉપરાંત ગત વર્ષની સરખામણી માં ઘરે જ તહેવાર ઉજવણી કરવાનું લોકોએ વધુ સુરક્ષિત માન્યું હતું.
  • અમુક પરિવારોએ કોરોના સંક્રમણથી બચવા પોતાના ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કર્યો હોય તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો