અમદાવાદ / આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે: હવામાન વિભાગ

The monsoon will depart from Gujarat in the next 2 to 3 days: Weather Department

Divyabhaskar.com

Oct 09, 2019, 05:06 PM IST

અમદાવાદ: વહેલી સવારે સામાન્ય ઠંડક રહ્યા બાદ સવારનાં 11 વાગ્યા બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. તેમજ સવારનાં 11થી બપોરનાં 3 વાગ્યા દરમિયાન લોકોએ ગરમી-બફારાનો અનુભવ થાય છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. દક્ષિણ ગુજરાતમાં હજુ છુટાછવાયા વરસાદની શક્યતા છે.

ચાલુ વર્ષે સિઝનનો 141 ટકા વરસાદ
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 141 ટકા વરસાદ થયો છે. જેમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશ 100 ટકા વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત વર્ષ-2018માં આ સમયે ગુજરાતમાં 76.73% વરસાદ નોંધાયો હતો.

X
The monsoon will depart from Gujarat in the next 2 to 3 days: Weather Department

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી