તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પથ્થરમારામાં આઠ હુમલાખોરો સહિતના ટોળા સામે ગુનો નોંધાયો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગરવાડા મહેતાવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી

નાગરવાડા મહેતાવાડીમાં યુવતીને ભગાડી જવાની બાબતે શનિવારે રાતે એક કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ બનાવમાં કારેલીબાગ પોલીસે મહેતાવાડીના 8 લોકોના નામજોગ અને ટોળા સામે રાયોટિંગ સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.નાગરવાડા મહેતાવાડીમાં 15 દિવસ અગાઉ પરમાર સમાજની યુવતીને સોલંકી સમાજનો યુવક ભગાડી જતા સ્થિતિ તંગ બની હતી. ત્યારબાદ અવારનવાર બંને જૂથો વચ્ચે તકરાર સર્જાઈ હતી. શનિવારે રાતે આ જ મુદ્દે ફરી બંને જૂથો સામસામે આવી ગયા હતા. જેમાં ટોળાએ પથ્થર અને કાચની બોટલોનો મારો કર્યો હતો. તદુપરાંત એક બાઇકને નુકશાન પહોચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કારેલીબાગ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસ સ્થળ પર પહોંચતા પથ્થરમારો કરી રહેલા ટોળામાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી મામલાને થાળે પાડ્યો હતો. પોલીસે આ બનાવમાં મહેતાવાડીમાં રહેતા વિનોદ નટવર સોલંકી, મહેન્દ્ર ઉર્ફે રાજા સોલંકી, મયુર સોલંકી, મીનેશ રામુલ સોલંકી, સંજય ઉર્ફે બોડી પરમાર, મિતેષ પંચાલ, વિકાસ પરમાર અને સચિન પરમાર સહિત અન્ય 10 લોકોના ટોળા સામે રાયોટિંગ અને મિલકતને નુકશાન સહિતના ગુનાઓ નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો