સુરત / ઉધના વિસ્તારમાં ગૂમ થયેલા એક જ પરિવારના બાળકો બોરીવલીથી મળી આવ્યાં

પોલીસે બાળકોની ભાળ મેળવીને તેમના માતા પિતાને સોંપ્યાં હતાં.
પોલીસે બાળકોની ભાળ મેળવીને તેમના માતા પિતાને સોંપ્યાં હતાં.

  • પોલીસે સીસીટીવીની મદદથી ટીમ બનાવી બાળકોને શોધ્યાં

Divyabhaskar.com

Dec 09, 2019, 11:32 AM IST

સુરતઃઉધનાના ગાયત્રીનગરમાં રહેતા એક જ પરિવારના ત્રણ બાળકો રવિવારે સવારે ઘરેથી નીકળી ગયા હતાં. ઉધના પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકો ટ્રેનમાં બેસીને મુંબઈના બોરીવલી જતા રહ્યાં હોવાનું સામે આવતાં પોલીસે ટીમ બનાવીને તેમને સુરત લઈ આવી તેમના માતાપિતાને સોંપ્યાં હતાં.
રમવા નીકળ્યા બાદ ગૂમ થયેલા
પોલીસ સીત્રોના જણાવ્યા અનુસાર ઉઘનાના ગાયત્રીનગરમાં રહેતો ધ્રુવ( 12 વર્ષ),શિવમ રાય( 6 વર્ષ) અને સત્યમ રાય( 7 વર્ષ) રવિવારે સવારે ઘરેથી રમવા માટે નીકળ્યા બાદ ક્યાંક ગૂમ થઈ ગયા હતા. બપોર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવીની મદદથી તપાસ કરતાં બાળકો ટ્રેનમાં બેસીને બોરવલી ઉતર્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે એક ટીમ બનાવીને બાળકોને સુરત લાવી તેના માતા પિતાને સોંપ્યાં હતાં.

X
પોલીસે બાળકોની ભાળ મેળવીને તેમના માતા પિતાને સોંપ્યાં હતાં.પોલીસે બાળકોની ભાળ મેળવીને તેમના માતા પિતાને સોંપ્યાં હતાં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી