તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિક્ષણ:એમબીએ-એમસીએ માટે મેરીટ લીસ્ટ બીજી નવેમ્બરે જાહેર કરવામાં આવશે

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 ઓક્ટોબરે મોક રાઉન્ડનું પરિણામ જાહેર થશે

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (acpc) દ્વારા એમબીએ અને એમસીએમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત નવેસરથી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ આ બંને કોર્સની બેઠકોની જાહેરાત 20 ઓક્ટોબરે થશે અને 27 અને 28 ઓક્ટોબરે મોક રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ કરી શકાશે. આ તારીખોમાં કોઈ ડોક્યુમેન્ટ બાકી હોય તો તે ભરી શકાશે. 31 ઓક્ટોબરે મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. બીજી નવેમ્બરે ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.

તારીખ 3 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન ઉમેદવારો પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ ભરી શકશે. 5 નવેમ્બર અંતિમ દિવસ રહેશે. 7 નવેમ્બરે એમબીએ અને એમસીએમાં બેઠકોની ફાળવણી કરવામાં આવશે. 8થી 10 નવેમ્બર દરમિયાન ઉમેદવારો પોતાની પસંદગીની સંસ્થામાં પ્રવેશ મળ્યો હોય ત્યાં ફી ભરીને એડમિશન લેટર મેળવી શકશે. 8 થી 10 નવેમ્બર દરમિયાન ઓનલાઇન એડમિશન રદ કરાવી શકાશે. 19 થી 21 નવેમ્બર દરમિયાન ડોક્યુમેન્ટની ચકાસણી થશે. પ્રથમ સત્રનો 19 નવેમ્બરથી પ્રારંભ થશે.

પ્રથમ રાઉન્ડમાં એમબી અને એમસીએમાં ખાલી પડેલી જગ્યાઓની જાહેરાત 24 નવેમ્બરે કરવામાં આવશે. 25 અને 26 નવેમ્બરે બીજા રાઉન્ડ માટે રીશફલીંગ અંતર્ગત ચોઈસ ફીલિંગ કરી શકાશે. 30 નવેમ્બરે બીજા રાઉન્ડના બેઠકોની ફાળવણીની જાહેરાત કરાશે. 1 થી 3 ડિસેમ્બર દરમિયાન પસંદગીની સંસ્થામાં પ્રવેશ મળ્યો હોય ત્યાં ભરીને એડમિશન લેટર મેળવી શકાશે. આ દિવસોમાં ઓનલાઇન પ્રવેશ રદ કરી શકાશે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બીજા રાઉન્ડ અંતર્ગત થશે. ચોથી ડિસેમ્બર સંસ્થાઓમાં મેનેજમેન્ટ ક્વોટા અંતર્ગત એડમીશનની છેલ્લી તારીખ રહેશે. બીજા રાઉન્ડ પછી ખાલી રહેલી બેઠકોની જાહેરાત 8 ડિસેમ્બરે કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો