તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ખારના ઘરમાં માનસિક અસ્થિર પુત્રી માતાના હાડપિંજર સાથે મળી આવી

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના વિદેશમાં રહેતા અન્ય સંતાનોએ પોલીસને અંતિમસંસ્કાર કરવા કહ્યું

એક હૃદયદ્રાવક ઘટનામાં ખારના ચુઈમ ગામમાં એક કોટેજમાં માનસિક અસ્થિર પુત્રી પોતાની માતાના હાડપિંજર સાથે મળી આવી હતી. મૃતકનાં વિદેશમાં રહેતાં પુત્ર- પુત્રીએ પોલીસને તેમની માતાના અંતિમસંસ્કાર કરવા માટે જણાવ્યું.

ખારના કોટેજમાં એક મહિલા વારંવાર ઘરમાંથી કચરો બહાર ફેંકતી પાડોશીઓએ જોઈ હતી. આથી પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતાં ઘરની અંદરથી વિચિત્ર અવાજ આવતો હતો અને દરવાજો ખુલ્લો જણાયો હતો. પોલીસે અંદર પ્રવેશ કરતાં એક મહિલા કોટ પર બેઠેલી હતી, જ્યારે નીચે કોઈક ચાદર ઓઢાડીને સૂતું હોય તેમ જણાયું હતું. ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત હતું અને તીવ્ર દુર્ગંધ આવતી હતી.

પોલીસે ચાદર ઊંચકતાં હાડપિંજર હોવાનું જણાયું હતું. પોલીસે એમ્બ્યુલન્સ બોલાવીને હાડપિંજર હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મહિલા બોલવાની સ્થિતિમાં નહીં હોવાથી ઘરમાંથી અમુક દસ્તાવેજો શોધી કાઢ્યા હતા. આ પછી પાડોશીઓ પાસે પૂછપરછ કરતાં મૃતક ઈવોન ફરનાન્ડીસ હોવાનું જણાયું હતું, જ્યારે તેની જોડે તેની પુત્રી મેરિયટ ફરનાન્ડીસ માનસિક અસ્થિર હોવાનું જણાયું હતું.

ઈવોનનો પતિ 2000માં મૃત્યુ પામ્યો હતો. મેરિયટે તેની માતા માર્ચમાં મૃત્યુ પામી હોવાનું પ્રથમ જણાવ્યું, જે પછી ઓગસ્ટમાં મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને જેજે હોસ્પિટલમાં તપાસ માટે મોકલી આપી હતી.ઈવોનની એક પુત્રી કેનેડામાં અને પુત્ર દુબઈમાં હોવાનું જણાયું હતું. તેમનો સંપર્ક કરતાં તેઓ મુંબઈ આવી શકે એમ નહીં હોવાથી માતાના અંતિમસંસ્કાર કરવા માટે પોલીસને જણાવ્યું હતું. પોલીસે અકસ્માતી મૃત્યુની નોંધ કરી છે અને પોસ્ટમોર્ટમના અહેવાલની વાટ જોવાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો