બનાસકાંઠા / ભાચર આરોગ્ય કેન્દ્રનો મેડિકલ ઓફિસર થરાદમાં ખાનગી પ્રેક્ટિસ કરતાં ઝડપાયો

The medical officer at Bhachar Health Center started doing private practice in Tharad

  • ડીડીઓએ તાત્કાલિક અસરથી ભાણજીભાઈ પટેલ સસ્પેન્ડ કર્યા

Divyabhaskar.com

Dec 14, 2019, 08:51 AM IST
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કેટલાક તબીબો વધુ કમાવવાની લાયમાં સરકારી નોકરી કરવા છતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી ડબલ કમાણી કરી રહ્યા છે.અગાઉ 3 તબીબો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ઝડપાયા બાદ વધુ એક તબીબ થરાદમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ઝડપાઈ ગયા હતા.આ ઉપરાંત ભોરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસીસ્ટ મેડિકલ સ્ટોર ચલાવતા ઝડપાયો હતો.આ બંને સરકારી કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
થરાદ તાલુકાની ભાચર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભાણજીભાઈ મનજીભાઈ પટેલ થરાદ ચાર રસ્તા પર પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ધરાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપડી સમયે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ મળી હતી.જેના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ આકસ્મિક તપાસ કરતા ડો.ભાણજી પટેલ રંગેહાથે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ઝડપાઈ ગયા હતા.ભાચરમાં આયુસ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર ભાણજીભાઈ પટેલને રંગે હાથે ઝડપી લીધા બાદ તેમને જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
ભોરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ફાર્માસીસ્ટ મેડિકલ સ્ટોર ચલાવતો ઝડપાતાં સસ્પેન્ડ
થરાદ તાલુકામાં જિલ્લા આરોગ્ય અધિકારીની તપાસ દરમિયાન ભોરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ફાર્માસિસ્ટ પ્રભુભાઈ એ.હિંગડા ભોરોલમાં મેડિકલ સ્ટોર ચલાવતા ઝડપાઈ ગયો હતો. અધૂરામાં પૂરું તેણે પોતાનું નામ પણ દુકાન પર લખાવ્યું હતું.સરકારી પગાર લેતો હોવા છતાં આ પ્રકારે દવાની દુકાન ચલાવતા જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરી દીધો હતો.
X
The medical officer at Bhachar Health Center started doing private practice in Tharad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી