તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:મહાપુરૂષોના જીવન હીમબર્ગ જેવા હોય છે : પં. પદ્મદર્શનજી

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી તીઘરા સ્થિત રત્નચિંતામણી પાર્શ્વનાથ બાવન જીનાલયના આરાધના ભવનમાં પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ ગણિવર શ્રુતચંદ્ર વિ. અને પં. કલ્પજ્ઞવિજયજી મ. અને પૂજ્ય મુનિ નયરક્ષિતવિજયજી મ. આદિ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં અધ્યાત્મયોગી, કચ્છવાગડદેશોદ્ધારક પૂ.આ. કલાપૂર્ણસૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન (સંસારી પક્ષે પુત્ર) ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય કલાપ્રભસૂરિશ્વરજી મહારાજાનો ગાંધીધામ (કચ્છ)માં કાળધર્મ થતા સમગ્ર કચ્છ-વાડ સમુદાયમાં સોપો પડી ગયો છે. આ વિયોગની ક્ષણે નવસારીમાં વસતા વાગડવાસીઓને આશ્વાસન આપવા માટે અને ગુરૂ ગુણસ્પર્શના રૂપ ગુણાનુવાદની સભાનું આયોજન થયું હતું. આ પુનિત ક્ષણે વાગડવાસી શ્રાવકોએ પણ ગુરૂગુણ સંવેદના રજૂ કરી હતી.

પૂ. મુનિ નયરક્ષિતવિજયજીએ પૂજ્યનો ગુણવૈભવ રજૂ કર્યો હતો અને સહુનો ભાવધારામાં ભીંજવ્યા હતા. આવેલા મહાત્માઓએ પણ ગુરૂગુણ સ્પર્શના કરાવી હતી. પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે પૂજ્યના ગુણાનુવાદ કરતા જણાવ્યું હતું કે, મહાપુરૂષોના જીવન હિમબર્ગ જેવા હોય છે. ભલે બહારથી ગુણગરિમા ઓછી લાગે પણ આંતરસૃષ્ટિ તરફ ડોકિયું કરો તો ખ્યાલ આવે કે, સદગુરૂ ગુણોના સમંદર લાગે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો