તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આજે VIAની સાધારણ સભામાં પ્રમુખના વિવાદનો મુદો ચર્ચાશે

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેમ્બરોને કોર્ટની પ્રક્રિયા અંગે જાણકારી આપશે

વાપી વીઆઇએ પ્રમુખપદના વિવાદ વચ્ચે સોમવારે વાર્ષિક સાધારણ સભા યોજાનાર છે. આ સભામાં વીઆઇએ પ્રમુખની ચૂંટણી બાદ સુપ્રિમકોર્ટ અને લવાદ અંગેના અભિપ્રાય અંગેની માહિતી મેમ્બરોને અપાશે. જો કે મહેશ પંડયાએ લવાદના અભિપ્રાયને હાઇકોર્ટમાં પડકાર્યો હોવાથી આ મામલે 25 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે. સભામાં કોવિડના નિયમોનું પાલન થશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે. વાપી વીઆઇએ પ્રમુખપદ મામલે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યોે છે. સુપ્રિમકોર્ટમાં સુનાવણી બાદ હજુ સુધી વિવાદનો અંત આવ્યો નથી. કારણ કે ચૂંટાયેલા પ્રમુખ મહેશ પંડયાએ લવાદ કમિટિના અભિપ્રાયને હાઇકોર્ટમાં પડકાર્યો છે. જયારે સોમવારે વીઆઇએ પ્રમુખ પ્રમુખ પ્રકાશ ભદ્રાની અધ્યક્ષતામાં એએજીએમ મળશે.

જેમાં વર્ષ 2019માં ચૂંટાયેલા કમિટિ મમ્બરોને ચાર્જ આપવા અંગે નિર્ણય લેવાશે એવું કહેવાય છે. આ સાથે કોર્ટના ખર્ચ અંગે જવાબદાર પાસેથી વસુલવા અંગે પણ ચર્ચા થશે. જેને લઇ સોમવારની એજીએમમાં મહત્વના નિર્ણયો લેેવાશે. આગામી માર્ચમાં વીઆઇએની ફરી ચૂંટણી થશે કે કેમ તે અંગે પણ એજીએમમાં સ્થિતિ સાફ થઇ જશે એવી માહિતી મળી રહી છે. બંને પક્ષો એજીએમમાં કયા મુદે શું રજૂઆત કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જો કે વાર્ષિક સાધારણ સભામાં કોવિડ નિયમોનું પાલન કરવું જરૂરી છે. વીઆઇએ દ્વારા તેની તૈયારી કરી દેવાઇ હોવાની માહિતી મળી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો