તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચૂંટણીની તૈયારી:મકાનોની સહાય ન મળી હોવાનો મુદ્દો ચૂંટણીમાં ગજવીશું: કોંગ્રેસ

વઢવાણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરવે કરી સહાયની તંત્રની હૈયાધારણ ખોટી સાબિત થઇ
  • વઢવાણ તાલુકામાં વરસાદથી 40થી વધુ મકાનો તૂટ્યાં

વઢવાણ પંથકમાં ચોમાસામાં અનેક મકાનો ધરાશાયી થતાં સરકારી તંત્રએ સર્વે કરી સહાયની હૈયા ધારણા આપી હતી. પરંતુ હજુ કોઇ કાર્યવાહી ન થતાં કોંગ્રેસે ઉકેલ લાવી સહાયની માંગ કરી છે. જો તેમ નહીં કરાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો ગાજશે તેવી ચીમકી અપાઇ છે.

વઢવાણ તાલુકામાં સિઝનનો 200 ટકા વરસાદ પડતા 40થી વધુ મકાનો પડી ગયા હતા. રાજ્ય સરકારે સહાયના ધોરણો જાહેર કરી સર્વે કરાવ્યો હતો. પરંતુ લાંબા સમયબાદ પણ આ અંગેની કાર્યવાહી હાથ ધરાઇ નથી આથી વઢવાણ કોંગ્રેસના સતિષભાઇ ગમારા, અસવાર માધવસિંહ, દિલિપભાઇ વગેરે મકાનો પડી ગયા અંગે રજૂઆત કરી હતી. જેમાં પરિવારજનોની ઘરવખરી, ઢોર ઢાંખરને નુકશાન થયુ હતુ. વઢવાણ માલધારી વિસ્તાર, ગામડાઓમાં મકાનો પડી ગયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો