રાજકોટ / મચ્છરથી ઊઠેલો યાર્ડ હડતાળનો મુદ્દો જીદે ચડ્યો, પોલીસ કેસ પાછા ખેંચવા ઉગ્ર માગ

બે લાખથી વધુ ઘન મીટરમાં ફેલાયેલી ગાંડી વેલ માત્ર સોયના ટપકાં જેટલી જ દૂર કરવામાં આવી
બે લાખથી વધુ ઘન મીટરમાં ફેલાયેલી ગાંડી વેલ માત્ર સોયના ટપકાં જેટલી જ દૂર કરવામાં આવી

  • ખેડૂત-વેપારીઓ પરના પોલીસ કેસ પાછા ખેંચવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાશે

Divyabhaskar.com

Feb 25, 2020, 02:56 AM IST

રાજકોટઃ યાર્ડના વાઈસ ચેરમેન જાડેજા એવું કહે છે કે, આજે મુખ્યમંત્રીને મળીશું અને બુધવારથી યાર્ડ શરૂ થઈ જશે. વેપારી હરેશ વોરા એવું કહે છે કે કોઇ વિવાદ નથી કરવો, મુખ્યમંત્રી તરફથી પોલીસ કેસ પાછા ખેંચવાની હકારાત્મક ખાતરી મળી જશે તો પણ યાર્ડ શરૂ કરી દેવાશે. કમિશન એજન્ટ એસો. પ્રમુખ અતુલ કમાણી કહે છે કે, પોલીસ કેસ પાછો નહીં ખેંચાઈ ત્યાં સુધી યાર્ડમાં હડતાળ રહેશે.

મૂળ મુદ્દો મચ્છર - 6 વર્ષથી મચ્છરોનો ત્રાસ સહન કર્યો, મૂળ મચ્છરની સમસ્યાને કારણે વિરોધ શરૂ કરાયો હતો. સાંજે 6 થી લઇને રાત્રીના 8 સુધી યાર્ડમાં વેપારીઓ પોતાની દુકાનમાં બેસીને કામ નહોતા કરી શકતા અને ગામના લોકો ઘરમાં રહી નહોતા શકતા કે સાંજના સમયે બહાર પણ નીકળી નહોતા શકતા તેને કારણે બંધનું એલાન કરીને વિરોધ કરાયો હતો.

હથિયાર હડતાળનું - હડતાળને હથિયાર બનાવીને વેપારી, કમિશન એજન્ટોએ પોતાની લડત યથાવત્ રાખી છે. મચ્છરના વિરોધમાં વેપારી, કમિશન એજન્ટ પર થયેલા પોલીસ દમનને કારણે બધાએ સ્વંયભૂ બંધ પાળ્યો. 500થી વધુ વેપારી, કમિશન એજન્ટે આઠ દિવસથી હડતાળ કરતા રોજનું રૂ.10 કરોડનું ટર્નઓવર ઠપ થઇ ગયું છે.

રોજગારી - હડતાળને કારણે મજૂરો માટે રોજગારીનો મુખ્ય પ્રશ્ન ઊભો થયો છે. યાર્ડમાં હાલ સિઝનમાં 3500 મજૂરોને રોજીરોટી મળતી હોય છે, જ્યારે એક મજૂર રોજના 200થી લઈને રૂ. 800 સુધી કમાઈ લેતા હોય છે. આંદોલનને કારણે 1000થી વધુ મજૂરો પોતાના વતન તરફ વળી ગયા છે. બાકીના 2500 મજૂરોને પેટિયું કેવી રીતે રળવું તે મુખ્ય પ્રશ્ન છે.

હવે જીદ - આંદોલન કરનાર કમિશન એજન્ટ, વેપારી કહે છે કે સમસ્યા બધાને હતી, અમે લડાઈ આપી, અમારા પર પોલીસ કેસ થયા, અત્યારે જો સત્તાધીશોની વાતમાં આવી જાય અને યાર્ડ શરૂ કરી દઈએ તો પાછળથી અમારું કોઈ સાંભળવાનું નથી. પોલીસ કેસનો ડાઘ તો અમારા પર લાગે ને. આ માટે જીદ છે કે, કેસ દૂર થાય પછી જ યાર્ડ શરૂ કરાશે.

તંત્રના દાવો પોકળ - સરકારી અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, યાર્ડ આસપાસથી ગાંડી વેલ (જળકુંભી) કાઢી નખાય છે. જો કે, આ તસવીર સોમવારે સાંજે 5 વાગે લેવામાં આવી છે. જેમાં બે લાખથી વધુ ઘન મીટરમાં ફેલાયેલી ગાંડી વેલ માત્ર સોયના ટપકાં જેટલી જ દૂર થઈ છે.

X
બે લાખથી વધુ ઘન મીટરમાં ફેલાયેલી ગાંડી વેલ માત્ર સોયના ટપકાં જેટલી જ દૂર કરવામાં આવીબે લાખથી વધુ ઘન મીટરમાં ફેલાયેલી ગાંડી વેલ માત્ર સોયના ટપકાં જેટલી જ દૂર કરવામાં આવી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી