તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉઘરાણી:વૃદ્ધે લીધેલ વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરાઇ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતનગર પોલીસમાં 8 સામે ફરિયાદ

ભરતનગરના વૃદ્ધે શાક બકાલાના ધંધાર્થે 7 શખ્સો પાસેથી 8.62 લાખ રૂપિયા વ્યાજે ઉછીના લીધેલ જે પૈસાની અવાર-નવાર પઠાણી ઉઘરાણી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવાઇ છે.

શહેરના ભરતનગર ખાતે રહેતા અને શાક બકાલાનો ધંધો કરતા રમેશભાઇ બેચરભાઇ સોલંકી તથા તેના દિકરા ગૌરાંગે ધંધા માટે તા.01-06-2020 થી તા.30-09-2020સુધીમાં મુન્ના બીજલભાઇ રબારી પાસેથી રૂ.2,00,000, રાજેશ ભુપતભાઇ પાસેથી રૂ.1,70,000, દાના આહિર તથા તેના ભરત આહિર પાસેથી રૂ.4,20,000, ભરત આહિર પાસેથી રૂ.40,000 તથા પ્રશાંત પાસેથી 17,000 અને જ્યોતિબેન કિરીટભાઇ મકવાણા પાસેથી રૂ.15,000 લીધેલ જેમાં દાના આહિર તથા તેના ભાઇ ભરત આહિર પાસેથી 15 ટકા વ્યાજ તથા બાકીના તમામ પાસેથી 7 ટકાના વ્યાજે લીધેલ. અને લોકડાઉનના કારણે પૈસા આપી ન શકતા તમામ શખ્સો અવાર નવાર ફરિયાદી પાસેથી વ્યાજ સહિત પૈસાની પઠાણી ઉઘરાણી કરેલ તેમજ ફરિયાદીની બાજુમાં રહેતા રાજેશભાઇ તથા તેમના પત્ની શીતલબેન અને બહેન જ્યોતિબહેન ફરિયાદીના ઘરે આવી ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો