ક્રિકેટ / દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રાહુલની બાદબાકી, ગિલને સ્થાન મળ્યું

શુભમન ગિલે ઓગસ્ટમાં ભારત A તરફથી વિન્ડીઝ A વિરુદ્ધ 204 રન કર્યા હતા.
શુભમન ગિલે ઓગસ્ટમાં ભારત A તરફથી વિન્ડીઝ A વિરુદ્ધ 204 રન કર્યા હતા.

  • ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2થી 23 ઓક્ટોબર દરમિયાન 3 ટેસ્ટ રમશે
  • ખરાબ ફોર્મના લીધે લોકેશ રાહુલ ટીમની બહાર થયો, 20 વર્ષીય શુભમન ગિલને પહેલી વાર સ્ક્વોડમાં જગ્યા મળી
  • રોહિત શર્માને વિન્ડીઝ સામેની સીરિઝમાં પ્લેઈંગ 11માં જગ્યા મળી ન હતી, તેણે ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે

Divyabhaskar.com

Sep 12, 2019, 05:36 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે. ટીમમાંથી આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલની બાદબાકી થઇ છે, જયારે શુભમન ગિલને પહેલી વાર ઇન્ડિયન સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. તે સિવાય ભારતીય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

ખરાબ ફોર્મના લીધે રાહુલ ટીમની બહાર થયો: રાહુલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટમાં 44,38, 13 અને 6 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગયા વર્ષે ઓવલમાં 149 રનની ઇનિંગ્સ રમી હતી. તે પછી રાહુલે છેલ્લી 7 ઇનિંગ્સમાં એક પણ ફિફટી મારી નથી. બીજી તરફ મયંક અગ્રવાલે ચાર ઇનિંગ્સમાં 5,16,55 અને 4 રન કર્યા હતા.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર ફોર્મે ગિલની મદદ કરી: શુભમન ગિલે 13 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં 74.88ની એવરેજથી 1348 રન કર્યા છે. તેના નામે 4 સદી છે અને તેણે ઓગસ્ટમાં વિન્ડીઝ A વિરુદ્ધ 204 રન કર્યા હતા.

હાર્દિક અને ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન ન મળ્યું: ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન મળ્યું નથી. હાર્દિકે પોતાની અંતિમ ટેસ્ટ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. જયારે ભુવનેશ્વરે પોતાની અંતિમ ટેસ્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી હતી.

સ્ક્વોડ: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વીસી), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ , ઇશાંત શર્મા, શુભમન ગિલ

શિડ્યુલ:

તારીખ ટેસ્ટ સ્થળ
2 થી 6 ઓક્ટોબર પ્રથમ વિશાખાપટ્ટનમ
10થી 14 ઓક્ટોબર બીજી રાંચી
19થી 23 ઓક્ટોબર ત્રીજી પુણે
X
શુભમન ગિલે ઓગસ્ટમાં ભારત A તરફથી વિન્ડીઝ A વિરુદ્ધ 204 રન કર્યા હતા.શુભમન ગિલે ઓગસ્ટમાં ભારત A તરફથી વિન્ડીઝ A વિરુદ્ધ 204 રન કર્યા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી