મહેસાણા / હૈદરાબાદ એન્કાઉન્ટરને મહિલાઓએ ઝડપી સજા ગણાવી, દુષ્કર્મીઓને લોકોના હાથે જાહેરમાં સજા આપો

The Hyderabad encounter was hailed as a speedy punishment by the women

  • શહેરની એસિડએટેકનો ભોગ બનેલી યુવતીએ કહ્યું, પીડિતાના હાથે જ સજા કરાવો

Divyabhaskar.com

Dec 07, 2019, 08:37 AM IST
મહેસાણાઃ હૈદરાબાદની વેટરનરી ડોક્ટર યુવતી સાથે ગેંગરેપ અને જીવતી સળગાવી દેનારા ચાર રાક્ષસોને શુક્રવારે વહેલી સવારે હૈદરાબાદ પોલીસે ક્રાઇમ રીક્રીએશન માટે ઘટના સ્થળે લઇ જતાં ભાગવાનો પ્રયાસ કરતાં ચારેય નરાધમોનું તેમની પાપલીલાના સ્થળે જ એન્કાઉન્ટર કરાયું હતું. આ સાથે જ સમગ્ર દેશ પોલીસની કામગીરીને વધાવી રહ્યો છે, ત્યારે મહિલાઓ અને યુવતીઓની વેદના સહિતની લાગણી ન્યાય પ્રણાલીના અમલીકરણમાં પરિવર્તનની માંગ સાથે જાહેરમાં જ ન્યાય કરવો જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. આજે મહિલાઓ વિશેના સમાચારોને પ્રાધાન્યતા અપાઇ છે.
રેપિસ્ટોને આવી જ સજા હોવી જોઇએ
આવા રેપિસ્ટોને આવી જ સજા હોવી જોઇએ. મારા પર એસિડ નાખી જીવન નરક બનાવનારાને 2 વર્ષે સજા થઇ, પરંતુ આ બે વર્ષમાં મેં અને મારા પરિવારે માત્ર સંઘર્ષ જ કર્યો છે. આ સંજોગોમાં હૈદરાબાદની મહિલા તબીબને દુષ્કર્મીઓના એન્કાઉન્ટર રૂપી ઝડપી ન્યાય મળ્યો તેનો મને આનંદ છે. આવા રેપિસ્ટોને પબ્લિકને સોંપવા જોઇએ અને પબ્લિક જ ન્યાય આપે. સરકારે પીડિતાઓના હાથે જ આરોપીઓને જાહેરમાં સજા થાય તેવું બંધારણ ઘડવું જોઇએ. > કાજલ, એસિડએટેક,પીડિતા
દુષ્કર્મીઓને એન્કાઉન્ટર જેવી સજા યોગ્ય
હાલ પૂરતી એન્કાઉન્ટર જેવી સજા યોગ્ય, પરંતુ સમાજમાં આવી ઘટનાઓને વારંવાર બનતી અટકાવવા બાળકોને બાળપણથી સેકસની સમજ આપવી જરૂરી છે. પરંતુ મા-બાપ બાળકોને મોબાઇલ અને ટીવીના સહારે છોડી દેતા હોવાના કારણે તેમનામાં જાગતી જુગુપ્સા મોટા થઇને દુષ્કર્મ તરફ પ્રેરે છે.> માલતીબેન મનહરભાઇ પટેલ, મંત્રી, ધરતી પરિવાર
દુષ્કર્મીઓને આ રીતે મારી નાખવા જોઇએ
હૈદરાબાદ પોલીસને એન્કાઉન્ટર માટે અભિનંદન અને સલામ. આવા લોકોને આજ રીતે મારી નાખવા જોઇએ, આ મુજબનો ન્યાય થાય તો જ લોકોમાં ડર ઉભો થશે અને સમાજમાં ઘટનાઓ બનતી અટકશે. > ઝંખના કે.પંડ્યા, વકીલ, મહેસાણા
કાયદાનો ડર રહ્યો નથી,એન્કાઉન્ટર વાજબી
હૈદરાબાદની ઘટના જેને પોતાની દીકરી કે બહેન સાથે બને ત્યારે જ તેની સંવેદનશીલતાની અને પરિવારની સ્થિતિની ખબર પડે. આવા લોકો માટે ટ્રાયલ ચલાવવો, હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ જઇ આરોપી રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરે. આટલો લાંબો સમય ખેંચાતાં લોકો પર કાયદાનો કોઇ ડર રહેતો નથી. આવા કેસોમાં ઝડપી ન્યાય મળે તો જ લોકોનો ન્યાયતંત્ર પર ભરોસો રહે. એન્કાઉન્ટર વાજબી છે. ફેંસલો ઓન ધ સ્પોટ હોવો જોઇએ.> ડૉ. મંજુલિકા આર. બારોટ, મહેસાણા
કાયદાનો ડર રહે તે માટે જાહેરમાં સજા કરો
દુષ્કર્મની ઘટના અટકાવવા રોજ નવા કાયદા બની રહ્યા છે, પરંતુ કાયદાનો લોકોમાં ડર રહ્યો નથી, ઝડપી સજા મળે તો જ આવા કૃત્યો બનતાં અટકે. સ્ત્રીને નિર્બળ, કમજોર, માની તેના પર અમાનવિય અત્યાચાર બને છે. આવા સમયે આરોપીઓને લોકો વચ્ચે સજા થવી જોઇએ, જેથી આવી ઘટના અટકે.> ડૉ. ક્રાંતિ ત્રિવેદી, આચાર્યા,એમએસડબ્લ્યુ કોલેજ
X
The Hyderabad encounter was hailed as a speedy punishment by the women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી