તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સસરાના ખર્ચે પ્લેનમાં પરણવા ગયેલા પતિએ પત્ની પાસે રૂા. 80 લાખ માગ્યા

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NRI યુવકે નવી કંપની નાખવાના નામે નાણાં માગી મારઝૂડ કરી
  • યુવકના પિતાની પરિણીતાને ધમકી, સોપારી આપી તારું પિક્ચર પૂરું કરાવી દઈશ

લગ્ન બાદ સાસરિયા દ્વારા નવી ફેક્ટરી બનાવવા માટે રૂા.80 લાખની માગણી કરી પરિણીતા સાથે મારઝુડ કરી હતી. જેમાં પરણિતાએ કોર્ટ કેસ કરી દેતાં વેપારી સસરાએ યુવતીને તારી સોપારી આપી તારૂ પિક્ચર પૂરું કરાવી દઈશ, તેવી ધમકી ઉચ્ચારતાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરની એક ખાનગી કંપનીમાં એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતી અને કલાલી રોડ ખાતે રહેતી સાયલી (ઉ.વ.28)ના લગ્ન અમેરિકા ખાતે નોકરી કરતા વૈભવ નામના યુવક સાથે નક્કી થયા હતા.

31 ડિસેમ્બર, 2016ના રોજ ઈંદોર ખાતે સગાઈ થઈ હતી, જેમાં રૂ.1.25 લાખનો અડધો ખર્ચો યુવતીના પિતાએ કર્યો હતો. જ્યારે યુવકને અમેરિકા જવાનું હોવાથી 2 જાન્યુઆરી 2017ના રોજ ઈંદોર ખાતે રજીસ્ટર લગ્ન થયા હતા. યુવક-યુવતીના લગ્ન 18 મે 2017ના રોજ પુનાની લવાસા ખાતે નક્કી કરવામાં આવ્યાં હતાં. જેમાં વર પક્ષ તરફથી માગણી કરવામાં આવી હતી કે, જાન ઈંદોરથી પુના વિમાનમાં લાવવાની રહેશે. જે વિમાનનું ભાડું પણ કન્યા પક્ષે ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત લગ્નમાં કન્યા પક્ષ તરફથી વરપક્ષના સગા-સંબંધીઓને ભેટ સ્વરૂપે રૂા.4.80 લાખનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ તમામ ખર્ચા બાદ પણ સાસરીમાં યુવતીને દહેજ પેટે લગ્નમાં કાંઈ લાવી નથી તેવા મેણા-ટોણા સાંભળવા પડતા હતા. યુવતી પોતાના પતિ સાથે અમેરિકામાં રહેતી હતી.

દરમિયાન પતિએ નવી ફેક્ટરી બનાવવાની હોવાથી પિયરમાંથી રૂા.80 લાખ લઈ આવવા જણાવ્યું હતું. યુવતીએ રૂપિયા લાવવાની ના પાડતાં અમેરિકામાં પણ પતિ દ્વારા શારીરિક ત્રાસ આપ્યો હતો. આ ઘટના બાદ યુવતી સાસરીમાં આવી હતી, જ્યાં પણ સાસુ, સસરા અને જેઠ દ્વારા ઘરમાં નોનવેજ કેમ બનાવતી નથી, વધારે કેમ ખાય છે વગેરે બાબતોમાં માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતી ત્રાસના કારણે પિયરમાં જતી રહી હતી. આખરે યુવતીએ ડોમેસ્ટિક કોર્ટમાં કેસ કર્યો હતો.

કોર્ટ કેસ બાદ યુવતીના સસરા દિપક ટાકળકરે ધમકી ઉચ્ચારી હતી કે, ‘ગુજરાત જેવા રાજ્યમાં કોર્ટમાં ડિસિપ્લિન છે, એમપીમાં આવું કંઈ નથી, હું તારી સામે કોર્ટ કેસ કરી તારી સોપારી આપી તારૂ પિક્ચર પુરૂ કરી શકુ છું.’ જ્યારે કોર્ટમાં સમાધાન માટે પ્રયાસો થયા પછી પણ પતિ વૈભવે યુવતીના સગા-સંબંધી તથા મિત્રોને ખોટા મેસેજ કરી યુવતીની બદનામી કરી હતી. જેથી યુવતી સાયલીએ પોતાના પતિ વૈભવ,સાસુ સાધના, સસરા દિપક તેમજ જેઠ ગૌરવ વિરૂધ્ધ રૂ.80 લાખની રકમ દહેજ પેટે માંગી શારીરીક-માનસીક ત્રાસ આપી મારઝુડ કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો