સુરત / અન્ય મહિલા સાથે લગ્ન કરવા માટે પતિ પત્નીને ત્રાસ આપી મારઝૂડ કરતો

The husband used to torture his wife to marry another woman

  • મહિના પતિને પણ જાણ થતા ઝઘડો થયો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો

Divyabhaskar.com

Dec 09, 2019, 05:11 PM IST

સુરતઃપરિણિત મહિલા સાથે લગ્ન કરવા માટે પતિ પત્ની સાથે મારઝૂડ કરીને ત્રાસ આપતો હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે.

છૂટાછેડા માટે દબાણ કરતો

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલી વિમલ હેક્ઝાગોનમાં રહેતા નિલમ સોલંકીએ અડાજણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છેકે, તેમના લગ્ન તા.12.12.14માં કુંજન સોલંકી સાથે થયા હતા. કન્સટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા કુંજનને ધંધામાં ખોટ જતા તેણે કાર ભાડે ફેરવવાનો ધંધો શરૂ કર્યો હતો. કુંજન અને સાસરિયાઓએ કાર ખરીદવા માટે પિયરમાંથી રૂ.15 લાખ લઇ આવવા માટે દબાણ કરતો હતો. દરમિયાનમાં કુંજનનું હનીપાર્ક રોડ પર રહેતી ભાવના (નામ બદલ્યું છે) સાથે અફેર હોવાનું માલુમ પડતા નિર્મલા અને કુંજન વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ કુંજન પત્નીને મારઝૂડ કરી હેરાન કરતો હતો. પતિ અન્ય મહિલા સાથે લગ્ન કરવા અને છૂટાછેડા લેવા માટે મારઝૂડ કરતો હોવાથી કંટાળેલી નિર્મલાએ આખરે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

X
The husband used to torture his wife to marry another woman
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી