કમબેક / હમર SUV ઇલેક્ટ્રિક વર્ઝનમાં કમબેક કરશે, વર્ષ 2021માં વેચાણ શરૂ થશે

The Hummer SUV will be rolling out in the electric version, with sales starting in 2021

Divyabhaskar.com

Feb 04, 2020, 06:55 PM IST

ઓટો ડેસ્કઃ વર્ષ 2010માં બંધ થયેલી પોપ્યુલર SUV હમર હવે ઇલેક્ટ્રિક અવતારમાં પોતાનું કમબેક કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપકમિંગ કારમાં 1000 હોર્સ પાવરની ક્ષમતા આપવામાં આવશે. આગામી મે મહિનામાં કંપની આ કારને રજૂ કરી શકે છે. તેનું વેચાણ વર્ષ 2021માં શરૂ કરવામાં આવશે. તેને જનરલ ડિટ્રોઈટ ફેક્ટ્રીની જીએમસી બ્રાન્ડ અંતર્ગત વેચવામા આવશે. આ કાર 3 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

હમર બંધ થવાનો ફાયદો અન્ય કંપનીઓને થયો
જનરલ મોટર્સની હમર પોપ્યુલર SUV છે. તે દેખાવમાં મોટી અને પાવરફુલ છે. આર્થિક તંગી અને ફ્યુઅલની વધતી કિંમતોને જોઈને વર્ષ 2010માં કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કર્યું હતું. હમર બંધ થવાથી અન્ય કંપનીઓએ પિકઅપ ટ્રક લોન્ચ કરી અને તેમાં કંપનીઓને ફાયદો પણ થયો.

નવી કાર લોન્ચ થવાથી ટેસ્લાની સાયબરટ્રકને ટક્કર મળશે
તાજેતરમાં જ ટેસ્લાએ તેની ઇલેક્ટ્રિક સાયબર ટ્રક રજૂ કરી છે. આ ટ્રકની કિંમત 28 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. હમર ઇલેક્ટ્રિક ટ્રક લોન્ચ થવાથી ટેસ્લાની સાયબર ટ્રકને સારી એવી ટક્કર મળશે.

X
The Hummer SUV will be rolling out in the electric version, with sales starting in 2021

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી