તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:વિધર્મી યુવકે લગ્ન બાદ બીજી યુવતીને ફસાવી, પત્નીએ વિરોધ કરતા ફટકારી

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષના દામ્પત્ય જીવનમાં જ પતિએ પોત પ્રકાશતાં મામલો વધુ વકર્યો
  • પતિ ઉપરાંત દિયરે પણ મારઝૂડ કર્યાની યુવતીએ કરેલી ફરિયાદ

પાણીગેટ વિસ્તારમાં રહેતા લઘુમતી કોમના યુવકે હિંદુ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ અન્ય હિંદુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી પત્નીની સાથે મારઝૂડ કરતા વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગાજરાવાડી ખાતે રહેતી હિંદુ યુવતીના લગ્ન વર્ષ 2015માં મુસ્લિમ સમાજના યુવક સદ્દામહુસેન ગુલામહુસેન મલેક (રહે-કુંભારવાડા,પાણીગેટ) સાથે થયા હતા.

પરણિતાનો આક્ષેપ છે કે, લગ્નના બે વર્ષ બાદ પતિનો કોઈ અન્ય હિંદુ સ્ત્રી આડા સંબંધ હોવાની જાણ થતાં વાત કરતા પતિએ પરણિતા સાથે મારઝૂડ કરી હતી. જ્યારે દિયર શાહરૂખ મલેકે પણ મારમારતા આખરે વર્ષ 2020માં પરણિતા દિકરી સાથે પિયરમાં રહેવા આવી ગઈ હતી. જ્યારે દિકરીને પણ પતિ પોતાની પાસે લઈ ગયો હતો. છેવટે પરણિતાએ આ ઘટના અંગે વાડી પોલીસ સ્ટેશનમાં પતિ સદ્દામ મલેક અને દિયર શાહરૂખ મલેક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

5 દિવસ પહેલા ન્યૂ સમા રોડની હિન્દુ યુવતીને નવાયાર્ડના મુબિને ભગાડી જઇ ખોટી રીતે લગ્ન કર્યા હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પુત્રીને નવાયાર્ડના સંતોકનગરનો મુબિનખાન ઈમ્તિહાસ પઠાણ ભગાડી જઈ તેની સાથે લગ્ન કરવાનું નાટક કર્યું છે. લવ જેહાદના કેસ બનતા હોવાથી મેરેજ રજિસ્ટ્રારે પોલીસને જાણ કરવા, સાક્ષીઓની તપાસ કરવી જોઈએ. આમ લગ્ન કરનાર મુસ્લિમ ઇસમ મુબિનખાન પઠાણ તથા લગ્નમાં સાક્ષી થયા હોવાથી તે લોકો અને ફરજમાં બેદરકારી રાખનાર લગ્ન રજિસ્ટ્રાર સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો