તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રકોપ:કોરોનાનું વધતું સંક્રમણ ચિંતાજનક, નવા 40 કેસ

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ એક દર્દીએ દમ તોડ્યો, શહેરમાં 25, જિલ્લામાં 15 સંક્રમિત
  • એકટીવ કેસ વધીને 125 પર પહોંચ્યા

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું વધતું પ્રમાણ ચિંતાજનક વિષય બન્યો છે. એક દિવસમાં નવા 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. વધુ એક દર્દીએ દમ તોડયો છે. શહેરમાં 25, જિલ્લામાં 15 લોકો સંક્રમીત થયા છે. એકટીવ કેસ વધીને 125 પર પહોંચ્યા છે. 28 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે.

દિવાળીના તહેવારોમાં તંત્રની ઢીલાશ અને લોકોની બેદરકારીના કારણે કોરોનાના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. છેલ્લાં બે દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા 20 થી વધીને 40 પર પહોંચી છે. સતત ચોથા દિવસે એટલે કે રવિવારે જામનગર શહેરમાં 25 અને જિલ્લામાં 15 મળી કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં એક દર્દીનું મોત નિપજયું છે.

રવિવારે શહેરમાં 20 અને જિલ્લામાં 8 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે. રવિવારની સ્થિતિએ શહેરમાં 60 અને જિલ્લામાં 65 મળી કુલ 125 એકટીવ કેસ રહ્યા છે. દિવાળીના પર્વમાં બહારગામ ગયેલા લોકો પરત ફરી રહ્યા છે, આમ છતાં પહેલાની જેમ ચેકપોસ્ટ ઉપર ટેસ્ટ કરવાની તંત્ર દ્વારા દરકાર કરવામાં આવી રહી નથી જેના કારણે કોરોનાના કેસ વધવાની શકયતા નકારી શકાતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો