• Home
  • National
  • The government's largest campaign to reach the public 5 months after the 370 killings, sanctions and silence on the Internet

કાશ્મીરથી ગ્રાઉન્ડ રિપોર્ટ / 370 હટ્યાના 5 મહિના બાદ લોકો સુધી પહોંચવાનું સરકારનું સૌથી મોટું અભિયાન, પ્રતિબંધો અને ઇન્ટરનેટ પર મૌન

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (ડાબેથી બીજા) શ્રીનગરના લાલ ચોકમાં સ્થાનિકો અને દુકાનદારોને મળવા પહોંચ્યા
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (ડાબેથી બીજા) શ્રીનગરના લાલ ચોકમાં સ્થાનિકો અને દુકાનદારોને મળવા પહોંચ્યા

  • કેન્દ્રના 36 મંત્રી જમ્મૂ-કાશ્મીરના પ્રવાસે, કાશ્મીરમાં 8 અને જમ્મૂમાં 52 જગ્યાઓ પર લોકો-અધિકારીઓને મળશે
  • નેશનલ કોન્ફરન્સે કહ્યું- રાજ્યના ત્રણ મુખ્યમંત્રી હજુ પણ નજરકેદ, આવી પરિસ્થિતિમાં આ મુલાકાતનું કોઇ ઔચિત્ય નથી

Divyabhaskar.com

Jan 22, 2020, 07:38 PM IST

શ્રીનગરથી ઈકબાલ: કેન્દ્ર સરકારના 36 મંત્રી જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે છે. રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટ્યાના 5 મહિના બાદ લોકોને આશ્વસ્ત કરવા અને તેમની વાતો સાંભળવા માટે કેન્દ્ર સરકારનું આ સૌથી મોટું અભિયાન માનવામાં આવી રહ્યું છે. મંત્રીઓનો ઉદ્દેશ્ય પણ જમ્મૂ-કાશ્મીરના લોકોને એ જણાવવાનો છે કે કેન્દ્રએ જે પણ પગલા ભર્યા છે તે તેમને ધ્યાનમાં રાખીને જ ઉઠાવ્યા છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ શ્રીનગરમાં લોકોને કહ્યું કે 370 હટવાની સકારાત્મક અસર લોકોના જીવન પર પડશે અને કાશ્મીર વિકાસની નવી દિશામાં આગળ વધશે.

અનુચ્છેદ 370 હટ્યા બાદ કાશ્મીરમાં બંધ જેવી પરિસ્થિતિ છે. ઘણા પ્રતિબંધ લાગૂ છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ બરકરાર છે. ઇન્ટરનેટ પર બેન ક્યારે હટશે ? આ સવાલ પર નકવીએ કહ્યું કે અહીં માહોલ શાંત છે. કોઇ પણ નાગરિકનો જીવ નથી ગયો. આવી પરિસ્થિતિમાં ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ ક્યારે હટાવવો તેનો નિર્ણય સ્થાનિક વહિવટીતંત્ર જ લેશે.

કાશ્મીરથી વધારે ફોકસ જમ્મૂ પર, સવાલ ઉઠ્યો તો નકવીએ કહ્યું- આ માત્ર શરૂઆત છે
કેન્દ્ર સરકારનું ફોકસ કાશ્મીરથી વધારે જમ્મૂ પર દેખાઇ રહ્યું છે. 60 જગ્યાઓ પર મંત્રી જશે. તેમાં જમ્મૂમાં 52 અને કાશ્મીરમાં ત્રણ જિલ્લાની 8 જગ્યાઓ પર અધિકારીઓ અને લોકો સાથે વાતચીત થશે. જ્યારે મુખ્તાર અબ્બાસ નકવીને પૂછાયું કે જમ્મૂ પર વધારે ફોકસ છે, કાશ્મીર પર ઓછું કેમ ? તેમણે અલામા ઈકબાલનો શેર કહ્યો- સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ, અભી ઈશ્ક કે ઇમ્તિહાં ઔર ભી હૈં. હજુ આ શરૂઆત છે, લોકોથી મુલાકાતના એવા ઘણા પ્રસંગો અને અભિયાન આગળ થવાના છે.

5 વર્ષમાં 10 લાખ વિદ્યાર્થીઓને સરકાર સ્કોલરશિપ આપશે
નકવી બુધવારે શ્રીનગરથી 20 કિલોમીટર દૂર હારવન વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં 400 લોકોની સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું- 370 હટવાની સકારાત્મક અસર લોકોના જીવન પર પડશે. નવા પરિવર્તનથી વિકાસ અને ખુશહાલી જમ્મૂ-કાશ્મીરમાં પરત ફરશે. જમ્મૂ-કાશ્મીરના એક લાખ વિદ્યાર્થીઓને કેન્દ્ર સ્કોલરશિપ આપશે. આગામી 5 વર્ષમાં દસ લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. સરકારનું જોર છે કે જમ્મૂ-કાશ્મીરમાંથી બેરોજગારી દૂર થાય અને ઔદ્યોગિક વિકાસ થાય. મુલાકાત દરમિયાન અહીં લોકોએ જમીન અને નોકરીઓ જવાની આશંકા જાહેર કરી. તેમણે કહ્યું કે ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ બનાવવામાં આવે.

પ્રવાસથી નાખુશ રાજકીય પાર્ટીઓએ કહ્યું- આ માત્ર પબ્લિસિટી સ્ટંટ
નેશનલ કોન્ફરન્સના મંત્રીઓએ આ મુલાકાતનો વિરોધ કર્યો. પાર્ટીએ કહ્યું કે ત્રણ મુખ્યમંત્રી નજરકેદ છે. આવી પરિસ્થિતિમાં આ મુલાકાતનું કોઇ ઔચિત્ય નથી. પાર્ટીએ કહ્યું કે મંત્રી જે લોકોને મળી રહ્યાં છે, તેઓ તેમના જ નેતા અને કાર્યકર્તા છે. તેથી આ મુલાકાતનો શું અર્થ છે ? બીજી તરફ ભાજપનું કહેવું છે કે આ પ્રવાસ પાછળ કોઇ એજન્ડા નથી. મંત્રીઓ સૌની સાથે મુલાકાત કરશે.

જમ્મૂ સ્થિત પેન્થર્સ પાર્ટીનું કહેવું છે કે આ પ્રવાસથી ખાસ ફરક નહીં પડે. તે માત્ર પબ્લિસિટી સ્ટંટ છે. પાર્ટીના નેતા હર્ષદેવસિંહનું કહેવું છે કે જમ્મૂ-કાશ્મીરમાં ઘણી ચીજો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, ઇન્ટરનેટ પણ બંધ છે અને આ રીતે મંત્રીઓના પ્રવાસનું નાટક રચવામાં આવ્યું છે. લોકોને નોકરી અને જમીનો જવાનો ડર છે. આ મુદ્દે સરકારે લોકોને આશ્વાસન આપવું જોઇએ. જમ્મૂ-કાશ્મીર સરકાર પાસે તેમના કર્મચારીઓને આપવા માટે પૈસા નથી, જ્યારે મંત્રીઓ પાછળ ભારે પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

જમ્મૂ-કાશ્મીરમાં કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસનો કાર્યક્રમ

તારીખ મંત્રી સ્થાન
18 જાન્યુઆરી, 2020 અર્જુનરામ મેઘવાલ સાંબાનું પુરમંડલ
અશ્વિની ચૌબે સાંબાનું ચજ્જવલ
ડો. જિતેન્દ્રસિંહ જમ્મૂ શહેર
19 જાન્યુઆરી, 2020 સ્મૃતિ ઈરાની રિયાસી જિલ્લામાં કટરા અને પંથલ
પીયૂષ ગોયલ જમ્મૂનું અખનૂર
મહેન્દ્રનાથ પાંડે જમ્મૂનું ડાંસલ
અર્જુનરામ મેઘવાલ કઠુઆનું બશોલી
વી.મુરલીધરન કઠુઆનું બિલાવર
20 જાન્યુઆરી, 2020 જનરલ વી.કે.સિંહ(સેનિ)

ઉધમપુરનુ ટિકરી

પ્રતાપ સારંગી કઠુઆનું રામકોટ
આર.કે.સિંહ ડોડાનો ઘાટ વિસ્તાર
દેબશ્રી ચૌધરી જમ્મૂનો મરહ વિસ્તાર
21 જાન્યુઆરી, 2020 કિરિન રીજ્જૂ જમ્મૂનું સૂચેતગઢ
કિશનપાલસિંહ ગુર્જર

પુંછનું મંડી

જનરલ વી.કે.સિંહ(સેનિ) ઉધમપુરનું ચિનાની
નિતિન ગડકરી રાજૌરી જિલ્લા મુખ્યાલય
કૈલાશ ચૌધરી સાંબાનું વિજયપુર
પ્રતાપ સારંગી કઠુઆ
ગજેન્દ્રસિંહ શેખાવત કઠુઆનું હીરાનગર
અનુરાગ ઠાકુર જમ્મૂનું ખરૌર
અર્જુન મુંડા રાનચીનું પૌની
હરદીપસિંહ પુરી રાજૌરી ગ્રામીણ
થાવરચંદ ગેહલોત પૂંછનું સુરનકોટ
સંજય ધોત્રે રાજૌરીનું કાલાકોટ
સંતોષ ગંગવાર રામબનનું બટોટે
22 જાન્યુઆરી, 2020 પુરૂષોત્તમ રૂપાલા જમ્મૂનું આર એસ પુરા
પ્રહલાદસિંહ પટેલ ઉધમપુરનું રામનગર
કિશનપાલસિંહ ગુર્જર પૂંછ
કૈલાશ ચૌધરી સાંબાનું કાકરામબાગ
ગજેન્દ્રસિંહ શેખાવત કઠુઆનું બરનોટી
પ્રહલાદ પટેલ ઉધમપુરનું મજલ્ટા
રેણુકા સિંહ ઉધમપુરનો ખૂન વિસ્તાર
અર્જુન મુંડા રાયસીનું અરનાસ
સોમ પ્રકાશ જમ્મૂનું ભલવાલ
થાવરચંદ ગેહલોત પુંછનું બાલાકોટ
સંજય ધોત્રે રાજૌરીનું નૌશેરા
સંતોષ ગંગવાર રામબનનું ચિત્રકોટે
ફગ્ગનસિંહ કુલસ્તે પુંછનું કુલગંજ
રાવસાહિબ પાટિલ દન્વે રાજૌરીનું મંજાકોટે
23 જાન્યુઆરી, 2020 પુરૂષોત્તમ રૂપાલા

જમ્મૂનું મિરગન સાહિબ

સાધ્વી નિરંજન જ્યોતિ રાયસીનું ભોમાગ
સુરેશ.સી.અંગડી જમ્મૂનું બિશ્નાહ
સોમ પ્રકાશ રાયસીનું ઠકરકોટ
ફગ્ગનસિંહ કુલસ્તે પુંછનું મનકોટ
રામેશ્વર તેલી રામબન
24 જાન્યુઆરી, 2020 પ્રહલાદ જોશી રાજૌરીનું કોટ્રાંકા
ગિરિરાજસિંહ ઉધમપુરનું ચેનાની
X
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (ડાબેથી બીજા) શ્રીનગરના લાલ ચોકમાં સ્થાનિકો અને દુકાનદારોને મળવા પહોંચ્યાકેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (ડાબેથી બીજા) શ્રીનગરના લાલ ચોકમાં સ્થાનિકો અને દુકાનદારોને મળવા પહોંચ્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી