તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારા ફરવાનો ખર્ચ સરકાર ઉઠાવશે, ‘દેખો અપના દેશ’ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યોજના હેઠળ તમારે 1 વર્ષમાં 15 પર્યટન સ્થળોની મુલાકાત કરવાની રહેશે
  • સત્તાવાર વેબસાઈટ પર પર્યટન સ્થળોના ફોટા અપલોડ કરવા જરૂરી છે

ટ્રાવેલ ડેસ્ક. કેન્દ્ર સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે, જેમાં તમારો ફરવાનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. 'દેખો અપના દેશ' નામની આ યોજનાનો લાભ ભારતનો કોઈપણ નાગરિક ઉઠાવી શકે છે. આ યોજના હેઠળ, વર્ષ 2022 સુધીમાં, તમારે તમારા ગૃહ રાજ્ય સિવાય અન્ય રાજ્યોના 15 પર્યટન સ્થળોની મુસાફરી કરવાની રહેશે અને ત્યાંના ફોટો સરકારને મોકલવાના રહેશે.

આવી રીતે ફરવાની તક મળશે
આ સ્કીમ અંતર્ગત મુસાફરોને એક વર્ષમાં 15 પર્યટન સ્થળોની મુલાકાત લેવાની રહેશે. એટલે કે તમે તમારી યાત્રા ગમે ત્યારે શરૂ કરી શકો છો, પરંતુ તેને એક વર્ષની અંદર પૂરી કરવાની રહેશે. એક વર્ષમાં કોઈપણ 15 પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ ત્યાં ફોટો ક્લિક કરવાના રહેશે. પોતાના ફોટો અને ખર્ચની વિગતો સત્તાવાર વેબસાઈટ https://pledge.mygov.in/my-country/પર અપલોડ કરવાની રહેશે. જો કે, તમામ પર્યટન સ્થળો તમારા ગૃહ રાજ્યની બહારના હોવા જોઈએ. ફોટા અતુલ્ય ભારતની થીમ પર ક્લિક કરવાના રહેશે. 

કેવી રીતે રજિસ્ટ્રેશ કરાવવું
આ સ્કીમનો હિસ્સો બનાવવા માટે તમારે  mygov.in પર જઈને એફિડેવિટ ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, સરનામું અને ઈ-મેલ આઈડી જેવી જાણકારી ભરવાની રહેશે. આ એફિડેવિટ ફોર્મ ભર્યાના 1 વર્ષની અંદર તમારે પર્યટન સ્થળોની મુલાકાત કરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો