• Home
  • Utility
  • Utility News
  • The government is providing special training to open charging stations, a fee of Rs 6,500 will have to be paid for training

રોજગાર / ઈ-વ્હિકલનાં ચાર્જિંગ સ્ટેશન ખોલવા માટે સરકાર વિશેષ ટ્રેનિંગ આપશે, ટ્રેનિંગ માટે 6,500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે

The government is providing special training to open charging stations, a fee of Rs 6,500 will have to be paid for training

  • આ 2 દિવસની ટ્રેનિંગનો કોર્સ રાજધાની દિલ્હીમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો છે
  • ટ્રેનિંગમાં જતાં પહેલાં 100 રૂપિયા ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  •  ટ્રેનિંગ પૂરી થયા બાદ સરકાર દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવશે

Divyabhaskar.com

Jan 20, 2020, 01:32 PM IST

યુટિલિટી ડેસ્ક. કેન્દ્ર સરકારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો માટેનાં ચાર્જિંગ સ્ટેશન ખોલવાની નવી યોજના બનાવી છે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) આ યોજનાને આગળ વધારવા માટે યુવાનોને ટ્રેનિંગ આપશે. ટ્રેનિંગ દરમિયાન તમને ચાર્જિંગ સ્ટેશન વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આશે. ઉપરાંત કામ કરવાની નવી ટેક્નિક પણ શીખવાડવામાં આવશે. આ 2 દિવસની ટ્રેનિંગનો કોર્સ રાજધાની દિલ્હીમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો છે. આ ટ્રેનિંગમાં તમને આ બિઝનેસ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. આ ટ્રેનિંગ માટે 6,500 રૂપિયા ફી તરીકે ચૂકવવાના રહેશે.


ટ્રેનિંગમાં સર્ટિફિકેટ આપવામાં આવશે
ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેક્નોલોજી અંતર્ગત આ પ્રોગ્રામ નવી દિલ્હીના ઈસ્ટ કૈલાશમાં યોજાશે. ટ્રેનિંગ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આપવામાં આવશે. આ ટ્રેનિંગમાં તમને મિકેનિઝમ, સોલર પાવર ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ, સોલર પીવી ચાર્જિંગ ક્નેક્ટિવિટી લોડ્સ, ઈલેક્ટ્રિસિટી ટેરિફ વગેરે વિશે જાણકારી આપવામાં આવશે.


આ ટ્રેનિંગમાં જતાં પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટે તમારે 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. ઉપરાંત આ ટ્રેનિંગ માટે કમારે 6,500 રૂપિયાની કોર્સ ફી ચૂકવવાની રહેશે. આ ટ્રેનિંગ પૂરી થયા બાદ સરકાર દ્વારા તમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જેની મદદથી તમે સરળતાથી ચાર્જિંગ સ્ટેશન ખોલી શકો છો. ટ્રેનિંગમાં જવા માટે તમારે આધારકાર્ડની ફોટોકોપી, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ અને 2 પાસપોર્ટ સાઈઝના ફોટો લઈને જવાનું રહેશે.

X
The government is providing special training to open charging stations, a fee of Rs 6,500 will have to be paid for training
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી