હવામાન / આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું

The forecast of rainfall in Gujarat over the next 3 days, low pressure created in the Arabian Sea

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર
  • 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Divyabhaskar.com

Oct 19, 2019, 04:03 PM IST

અમદાવાદ: આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ નવરાત્રિની જેમ દિવાળી પણ બગડે તેવા એંધાણ સર્જાઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હાલ બરવાળા, બગસરા, ગરબાડા, રંગપુર, વડેદામાં વરસાદ વરસી શરૂ થયો છે.

દક્ષિણ ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને ગીર સોમનાથમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દારા નગર હવેલીમાં બે દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.

X
The forecast of rainfall in Gujarat over the next 3 days, low pressure created in the Arabian Sea

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી