તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંગે માછીમારોને માહિતગાર કરાયા

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછીમારોને નડતા પ્રશ્નોના ઉકેલ માટે મત્સ્ય ઉદ્યોગ વિભાગને સૂચના

મોરબી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલી યોજનાઓ થકી માછીમાર પરિવારોને જરૂરી સાધન સહાય અને અન્ય સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે સવાડમાં હાજર રહેલા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે. સરકાર મત્સ્ય ઉદ્યોગ સાથે સંડકાયેલા પરિવારના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. ઝીંગા ઉછેર માટે માછીમાર પરિવારોને યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી રહે તે માટે બ્રિજેશભાઇ મેરજાએ માછીમાર પરિવારો સાથે સંવાદ કરી સમસ્યાઓ અંગે માહિતી મેળવી સમસ્યાઓના ઉકેલ માટે ખાતરી આપી હતી.ખાસ ઉપસ્થિત રહેલા હળવદ પ્રાંત અધિકારી ગંગાસિહે માછીમારોને નડતા પ્રશ્નો અંગે મત્સ્ય ઉદ્યોગ વિભાગને સુચના આપી તત્કાલ નિકાલ લાવવા સુચના આપી હતી. આ સાથે જ માછીમારોને લગતી યોજનાઓની પત્રિકાઓ છેવાડાના ગામો સુધી પહોંચાડીને માછીમારોને માહિતગાર કરવા પર ભાર મુક્યો હતો.લાલબાગ તાલુકા સેવાસદનના મિટીંગ હોલમાં શનિવારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત યોજાયેલ પરિસંવાદના પ્રારંભે મોરબી મત્સ્ય અધિક્ષકશ રામાણી દ્વારા મહેમાનોનું સ્વાગત કરી માછીમારોને વિવિધ યોજના વિશે માહિતગાર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો