તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સારવાર:કોવિડમાં સાજા થયેલા દર્દી પર પ્રથમ સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન એન્ડ-સ્ટેજ લિવર- ફેલ્યોર અને કોવિડ-19 ઇન્ફેક્શનનો ભોગ બન્યો હતો

નાણાવટી હોસ્પિટલમાં 22 વર્ષના યુવાન પર કોવિડ-19માંથી સાજા થયા પછી જીવનરક્ષક લાઇવ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. છેલ્લાં 17 વર્ષથી ક્રોનિક લિવર ડિસીઝના દર્દી રોશન ગુરવને નવું જીવન મળ્યું હતું. તેની માતાએ પોતાનું 50 ટકા સ્વસ્થ લિવર દાન કર્યું છે.એચબીપી સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના હેડ અને સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અંકુર ગર્ગ અને એમની ટીમે હાથ ધરી હતી, જે ટૂંક સમયમાં પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશિત થશે. આ કેસ તાજેતરમાં કોવિડ-19માં સાજા થયેલા દર્દીઓમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે સર્જિકલ આચારસંહિતા, માર્ગદર્શિકાઓ અને સર્જરી પછી સંભવિત જટિલતાઓ પર તબીબી સાહિત્યને અભાવે ઉપયોગી જાણકારી પૂરી પાડી શકે છે.

દર્દી રોશન પાંચ વર્ષની વયથી ક્રોનિક લિવર ડિસીઝથી પીડિત હતા. એમનો મોડલ ફોર એન્ડ-સ્ટેજ લિવર ડિસીઝ (એમઇએલડી) સ્કોર (લિવર ફેલ્યોર દર્દીના જીવિત રહેવાનો અંદાજ બાંધવા આંતરરાષ્ટ્રીય નૈદાનિક વિશ્લેષણ વ્યવસ્થા) 35 વર્ષથી વધુ હતો. સર્જરીમાં વધારે વિલંબ થવાથી એમના લિવરની કામગીરી વધારે નબળી પડવાની અને એમના આયુષ્યમાં ઘટાડો થયો હોત. ડૉ. ગર્ગે કહ્યું હતું કે, “કિડની ફેલ્યોરમાં ડાયાલિસિસ જેવા થેરોપેટિક વિકલ્પો ઉપલબ્ધ છે, જેનાથી વિપરીત એન્ડ સ્ટેજ લિવર ફેઇલ્યર માટે એકમાત્ર વિકલ્પ ટ્રાન્સપ્લાન્ટ છે. અમે પરિવારના સભ્યો અને તબીબી રીતે સક્ષમ દર્દીના માતાને એમનાં લિવરનો એક ભાગ દાન કરવા સમજાવ્યાં હતાં.”

જોકે પરીક્ષણ અગાઉ ભરતી પૂર્વે રોશન કોવિડ-19થી પીડિત હોવાનું નિદાન થવાથી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં મોટો અવરોધ ઊભો થયો હતો. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોટોકોલ્સ મુજબ, સર્જરી છ અઠવાડિયા મુલતવી રાખવામાં આવી હતી. એચપીબી સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના કન્સલ્ટન્ટ ડૉ. વૈભવ કુમારે કહ્યું હતું કaે, “રોશને બહાદુરી સાથે ઇન્ફેક્શનનો સામનો કર્યો હતો એટલે અમે અસરકારક ઇમ્યુનોસપ્રેસ્સન્ટ અને એન્ટીબાયોટિક્સ સાથે એના લિવરની જટિલતાને તબીબી રીતે નિયંત્રણમાં લઈ શક્યાં હતાં. લાંબા ગાળાની બીમારી હોવા છતાં તે અઠવાડિયાની અંદર સાજો થઈ ગયો હતો.”

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો