સુરત / મેટ્રો રેલના 40.35 કિમી લંબાઈના પ્રથમ તબક્કાનું કામ જૂન 2020થી શરૂ થશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિમીમાં 14 એલીવેટેડ સ્ટેશન્સ હશે
  • ભેસાણથી સરોલી 18.74 કિમીમાં 18 એલીવેટેડ સ્ટેશન્સ હશે
  • મેટ્રો રેલ કામગીરીના પ્રથમ તબક્કાના ટેન્ડર થોડા સમયમાં બહાર પડશે

Divyabhaskar.com

Dec 08, 2019, 05:17 PM IST

સુરતઃ શહેરમાં 40.35 કિમી લંબાઇ ધરાવતા મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી આગામી જૂન-2020માં શરૂ કરાશે. મેટ્રો રેઇલ પ્રોજેકટના કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન સુરત મેટ્રો ટ્રેનના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એમ.ડી. એસ. એસ. રાઠૌરે આ પ્રોજેકટ અંગેની વિગતો બેઠકમાં મુખ્યમંત્રીને આપી હતી.

જુન-2024માં મેટ્રો રેલ પૂર્ણ કરવાનું આયોજન

મેટ્રો રેલના મેનેજીંગ ડિરેકટરે બેઠકમાં જણાવ્યું હતું કે, સુરત મેટ્રો રેલ માટે ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. 12020.32 કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-2019માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. તેમજ આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે. સુરત મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-2020માં શરૂ થશે અને જુન-2024માં તે પૂર્ણ કરવાનું આયોજન છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે

મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન કરતાં ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી.એસ. રાઠૌરે જણાવ્યું કે, સુરત મેટ્રો રેલ માટે જરૂરી ડીટેલ્ડ ડિઝાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. સરથાણાથી ડ્રીમ સીટી 21.61 કિમીમાં 14 એલીવેટેડ સ્ટેશન્સ રહેશે. જ્યારે ભેંસાણથી સરોલી 18.74 કિમીમાં 18 એલીવેટેડ સ્ટેશન્સ રહેશે. મેટ્રો રેલ કામગીરી માટે સુરત વિસ્તારમાં કુલ 40.35 કિમી લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

નાગરિકોને સરળ પરિવહન સેવા મળશે

આ બેઠકમાં ચર્ચા-વિમર્શ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, સુરત મેટ્રો રેલ માટે Environmental Impact Assessment (EIA) અને Social Impact Assessment (SIA) ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેકટને પરિણામે સુરત માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સુવિધાથી જોડાશે. શહેરના નાગરિકોને સરળ પરિવહન સેવા મળશે, વાયુ પ્રદૂષણ અટકશે અને માર્ગ પરનું ભારણ તથા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે તેની સર્વગ્રાહી બાબતો અંગે પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી