• Home
  • Lifestyle
  • Health
  • The first and second tests of the coronavirus will be free, screening of trains also started; Aimes issued a helpline number

કોરોના અપડેટ / કોરોનાવાઈરસની પ્રથમ અને બીજી તપાસ ફ્રીમાં થશે, ટ્રેનોમાં પણ સ્ક્રીનિંગ શરૂ; એઈમ્સે હેલ્પલાઈન નંબર જારી કર્યો

The first and second  tests of the coronavirus will be free, screening of trains also started; Aimes issued a helpline number

  • સ્વાસ્થ્ય મંત્રાલયે ફ્રીમાં તપાસની જાણકારી આપી કરી
  • 80.65 લાખ કરતાં વધુ N95 માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો
  • તિરુવનંતપુરમમાં ટ્રેનોમાં સ્ક્રીનીંગ શરૂ થઈ ગયું
  • મુસાફરોને સાવચેતી રાખવાની સૂચના અપાઇ રહી છે

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 02:00 PM IST

હેલ્થ ડેસ્ક. દેશમાં કોરોના વાઈરસની પ્રથમ અને બીજી તપાસ મફત થશે. સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ સચિવ સંજીવ કુમારે રવિવારે ટ્વિટ દ્વારા આ વિશે જાણકારી આપી હતી. તેમણા જણાવ્યા પ્રમાણે, કોરોનાની પુષ્ટી માટે જરૂરી પહેલી અને બીજી તપાસ માટે કોઈની પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. કોરોનાની તપાસ માટે જરૂરી ડિવાઈસ અને સુવિધાઓની દેશમાં કોઈ કમી નથી. અત્યાર સુધીમાં, કુલ ક્ષમતાનો માત્ર 10 ટકા ઉપયોગ કરવામાં આવ્યો છે.

એઈમ્સ દ્વારા હેલ્પનંબર જારી કરવામાં આવ્યો
સંજીવ કુમારના જણાવ્યા પ્રમાણે, સ્વાસ્થ્ય કર્મીઓ માટે 80.56 લાખ કરતાં વધુ N95 માસ્ક અને સુરક્ષા ડિવાઈસનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એઈમ્સે કોરોનાને લઈને હેલ્પલાઈન નંબર-9971876591 જારી કર્યો છે. હેલ્પલાઈન પર 24 કલાક ડોક્ટર ઉપબલ્ધ રહેશે.

ટ્રેનમાં પણ સ્ક્રીનિંગ શરૂ
ભારતીય રેલવે મુસાફરોને ટ્રેનોમાં સાવચેતી રાખવા સુચના આપી રહી છે. ઉપરાંત તિરુવનંતપુરમમાં ટ્રેનોમાં સ્ક્રીનીંગ શરૂ થઈ ગયું છે. કોચને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વિટર પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.

સાડા સાત હજાર સેમ્પલની તાપસ કરવામાં આવી
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વૈજ્ઞાનિક ડો. આર ગંગાખેડકરના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં સાડા સાત હજાર કરતાં વધું સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની બે વાર તપાસ કરવામાં આવે છે. જો કે, અત્યાર સુધી શંકાસ્પદની તપાસનો તમામ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. પ્રથમ તપાસમાં 1,500 રૂપિયા ખર્ચ થાય છે. બે વખત તપાસ કરાવવા પર કુલ 5000 રૂપિયાનો ખર્ચ થાય છે. ચાર હજારથી વધારે એવા લોકો છે જે, કોઈપણ રીતે કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા છે અને તેમને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા છે.


સેમ્પલ પહોંચવામાં 6થી 10 કલાકનો સમય લાગે છે
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટની ઉપલબ્ધતા અનુસાર લેબ સુધી સેમ્પલ પહોંચાડવામાં 6થી 10 કલાકનો સમય લાગી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના ડિરેક્ટર ડો. સુજીત સિંહના જણાવ્યા પ્રમાણે, સેમ્પલની તપાસમાં 6 કલાકનો સમય લાગે છે, પરંતુ આ સમય ઘણી વખત વધી જાય છે. કેમ કે, એક વખત મશીન પર સેમ્પલની તાપસ શરૂ થઈ જાય છે અને ત્યારબાદ તે જ લેબમાં કેટલાંક સેમ્પલ તપાસ માટે પહોંચે છે તો તપસા માટેનો સમય 6 કલાકની જગ્યાએ 14થી 16 કલાક થઈ જાય છે.

X
The first and second  tests of the coronavirus will be free, screening of trains also started; Aimes issued a helpline number

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી