તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:રતનપરમાં ગામ લોકોની કલાકોની જહેમત બાદ આગ કાબુમાં અાવી

કકરવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના સીમાડામાં ત્રણેક કિમીનો વિસ્તાર ભસ્મીભૂત
  • ખડીરથી નજીકનું ફાયર સ્ટેશન છેક 90 કિમી દૂર રાપર

ચાલુ વર્ષે ક બાજુ સારો વરસાદ થયો છે પણ આગના બનાવો બનવાથી સીમાડાઓમાં ઉગેલો ઘાસ સળગી રહ્યો છે. તેવા જ અેક બનાવમાં છેક ખડીરના રતનપરના ડુંગરાળ વિસ્તારમાં લાગેલી આગને ગામ લોકોઓ કલાકોની જહેમત બાદ કાબૂમાં લીધી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ખડીરના રતનપર ગામમાં પુશો માટે ખોરાક સમો ઘાસ સળગી ગયો હતો. ગામના સરપંચ દશરથ પટેલે જણાવ્યું હતું કે, ડુંગર પર કોઇ અગમ્યકારણોસર અાગ લાગી હતી. લાંપ નામનું ઘાસ અત્યંત જ્વલનશીલ હોય છે. શનિવાર રાત્રીથી શરૂ થયેલી અાગ રવિવારે છેક બપોરે કાબુમાં અાવી હતી. અા વિસ્તારના સાંગવારીથી લઇને છેક ગઢડા ઝરલક સુધી ત્રણેક કિમીમાં જીવજંતુ સહિત ઝાડ અને ઘાસચારો ભસ્મીભૂત થઇ ગયો હતો. અાગ પર કાબુ મેળવવા રતનપર, ગઢડા, અમરાપર, ગણેશપર સહિતના ગામોમાંથી ત્રણસો જેટલા લોકો ધંધે લાગ્યા હતાં. અંતે અાગ કાબુમાં અાવી હતી. નોંધનીય છે કે ખડીરની અાસપાસ કોઇ ફાયર સ્ટેશન કે અગ્નિશમનની કોઇ વ્યવસ્થા નથી. નજીકનું ફાયર સ્ટેશન છેક 90 કિમી દૂર રાપરમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો