બંગાળ / ફિલ્મ પ્રમાણન બોર્ડે કહ્યું, CAAનું સમર્થન કરતી એડ ફિલ્મમાંથી બાંગ્લાદેશ નામ હટાવવામાં આવે

The Film Certification Board said the name of Bangladesh should be removed from the CAA advertisement

  • કોલકાતા સ્થિત કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડની રિજનલ ઓફિસમાં CAAએ સંબંધિત ચાર ફિલ્મ સર્ટિફિકેટ માટે અટકી
  • ડિસેમ્બરમાં પ્રમાણપત્ર માટે અરજી કરવામાં આવી હતી, અત્યાર સુધી સીબીએફસીએ પાંચવાર આ ફિલ્મ્સમાં ફેરફાર કરવાની સૂચના આપી

Divyabhaskar.com

Feb 13, 2020, 06:06 PM IST

કોલકાતાઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ નાગરિક સંશોધન કાયદા (CAA) પર બનેલી એડ ફિલ્મ્સને લઈ એડવાઈઝરી બહાર પાડી છે. બોર્ડે કહ્યું હતું કે જો એડ ફિલ્મ માટે યુ સર્ટિફિકેટ જોઈતું હોય તો આમાંથી બાંગ્લાદેશ શબ્દને હટાવી દેવામાં આવે અથવા તો બદલી નાખવામાં આવે. સીબીએફસીની રિજનલ ઓફિસમાં CAA સાથે સંકળાયેલી ચાર ફિલ્મ્સ અટકી પડી છે. આ દરમિયાન બોર્ડે પાંચવાર આ ફિલ્મ્સમાં સુધારા કરવાનું કહ્યું છે. આ ઉપરાંત એક ડિસ્ક્લેમર આપવાનું પણ કહ્યું છે.

આ જાહેરાત સંઘમિત્રા ચૌધરીએ પ્રોડ્યૂસ તથા ડિરેક્ટર કરી છે. આ જાહેરાતને 27 ડિસેમ્બરે સર્ટિફિકેશન માટે મોકલવામાં આવી હતી. બોર્ડ સાથે જોડાયેલા સૂત્રોના મતે, તમામ ફેરફારો માત્ર દિશા-નિર્દેશોને આધારે આપવામાં આવ્યા છે.

તમામ બાબતો પર વિચાર કર્યાં બાદ જ ઉપાયો આપવામાં આવ્યાઃ સીબીએફસી
બોર્ડના સ્થાનિક અધિકારી પાર્થ ઘોષે કહ્યું હતું, આ સલાહ દિશા-નિર્દેશોનું પાલન કરવા માટે આપવામાં આવી છે. આનાથી એ વાત નિશ્ચિત થશે કે વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો તણાવપૂર્ણ ના બની જાય. કોઈ પણ કાયદાને લઈ જાહેરાતો બનાવવામાં આવે તો તેના પર સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. તમામ બાબતો પર વિચાર કર્યા બાદ જ આ સલાહ આપવામાં આવી છે.

CAAના ડરને દૂર કરવા માટે જાહેરાત બનાવવામાં આવીઃ સંઘમિત્રા
ડિરેક્ટર સંઘમિત્રાએ કહ્યું હતું કે આ જાહેરાત CAAને લઈને લોકોના મનમાં ઉત્પન્ન થયેલા ડરને દૂર કરવા માટે બનાવવામાં આવી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે તેમને જાહેરાતમાંથી બંગાળી ભાષાને હટાવવાનું કહેવામાં આવ્યું નથી. આથી એ ખ્યાલ નથી આવતો કે બાંગ્લાદેશ શબ્દને હટાવવાથી કે બદલવાથી કોઈ પણ ઉદ્દેશ પૂરો થશે કે નહીં.

સીબીએફસીએ શું સૂચનો આપ્યા?

  • CAAને લઈને જે જાહેરાતમાં સીબીએફસીએ સુધારા કરવાના સૂચના આપ્યા છે, તેમાં બતાવવામાં આવ્યું છે કે ચર્ચા દરમિયાન એક મહિલા બીજી મહિલાને પૂછે છે, સલમા, દરેક લોકો કહી રહ્યાં છે કે આપણે બાંગ્લાદેશ પરત જવું પડશે. કોઈ CAA નામની વસ્તુ અમલમાં આવી છે. બોર્ડે અહીંયા બાંગ્લાદેશ શબ્દ હટાવવાનું કહ્યું છે.
  • અન્ય એક જાહેરાતમાં સંવાદ છે, CAA પાસ કરવામાં આવ્યો, આથી આપણે દેશના નાગરિક છે. સીબીએફસીએ ડિરેક્ટરને આ સંવાદ બદલવા માટે કહ્યું છે. નવો સંવાદ આ રીતનો કરવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે. નવો સંવાદ, CAAએ આપણને મદદ કરી છે. આપણે તમામ ભારતીય નાગરિક છીએ.
  • સીબીએફસીએ સંઘમિત્રાને સૂચન આપ્યું હતું કે દરેક ફિલ્મની શરૂઆત તથા અંતમાં ડિસ્ક્લેમર પણ આપવામાં આવે, જેમાં નવા કાયદામાંથી એક-એક લાઈન પણ લેવામાં આવે.

ડિરેક્ટર હવે ફેરફાર કરતા પહેલાં પોતાની ટીમ સાથે ચર્ચા કરવાનું વિચારે છે. સંઘમિત્રાએ કહ્યું હતું કે આ પિરિયોડિકલ જાહેરાત હતી અને કાયદો પસાર થયા બાદ તરત જ પ્રસારિત કરવામાં આવે તે જરૂરી હતી. તેમને એ વાતની નવાઈ લાગી કે સીબીએફસીએ ફેરફારોની તપાસ કરવામાં તથા સૂચનો આપવામાં આટલો સમય કેમ લીધો.

X
The Film Certification Board said the name of Bangladesh should be removed from the CAA advertisement

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી