તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માંગ:હત્યારા દુષ્કર્મી પુત્રના પિતાએ પણ કહ્યું , ફાંસી આપો

દાંતીવાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેવાનિયતની હદ પાર કરી ચૂકેલા શખ્સ વિરુદ્ધમાં સમગ્ર પંથકમાં પ્રચંડ આક્રોશ સાથે લોકોના હ્દય હચમચી ઉઠયા,બાળકો સહિત લોકોએ કેન્ડલ માર્ચ યોજી નરાધમ પિતરાઈભાઈને વહેલીતકે ફાંસી આપવા માંગ કરી હતી.
  • ડીસાના સાંઈબાબા મંદિર નજીક માસૂમ બાળકીને શ્રદ્ધાંજલી આપી કેન્ડલ માર્ચ યોજાઈ
  • નરાધમ પિતરાઈની હેવાનીયતને માફ નહીં કરાય,કેસની તપાસ ડીસા સર્કલ પી.આઈ.ને સોપાઈ, પોલીસે આરોપીના ઘરેથી બાઈક તેમજ આરોપીના લોહીવાળા કપડા કબજે કર્યા

દાંતીવાડા ભાખર ગામ ની સીમમાં મુકબધીર કિશોરીની ગળું કાપીને પિતરાઇ ભાઇએ જ દુષ્કર્મ કરી હત્યા કર્યાની ઘટનાના સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ ઘટનાથી સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા.હેવાનિયતની હદ પાર કરી ચૂકેલા નિતીન માળીના પિતા કિશોર ભાઈએ હવે પોતાના પુત્રની વિરુદ્ધમાં ખુલીને બહાર આવી તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. તેમજ સજા આપાવવા પોતાના ખર્ચે જ વકીલ રોકી દીકરીના પરિવાર સાથે રહશે.તેમ જણાવ્યું છે.

નરાધમ પિતરાઈને ફાંસીના માંચડે લટકાવી દેવાનો આક્રોશ દિવસભર સોશિયલ મીડિયામાં વ્યક્ત થતો રહ્યો હતો. મૃતકના પરિવારજનો સહિત સમગ્ર સમાજે ડીસાના બગીચા વિસ્તારમાં સદગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હત્યારાને ફાંસી કરવા માંગ કરી હતી.

ડીસાના શિવનગર વિસ્તારની મૂકબધીર કિશોરીને ફોઈનો દીકરો દાતીવાડા તાલુકાના ભાખર ગામમાં અવાવરું પહાડી વિસ્તારમાં લઈ જઈ ગળું કાપી હત્યા કરવાની ઘટના બાદ સી.સી.ટી.વી ફુટેજના આધારે પિતરાઈ ભાઈને ઘરમાંથી પોલીસે ઝડપી લીધો હતો. રવિવારે બપોરે ડીસાની ભણશાળી હોસ્પિટલમાં આરોપી નીતિન માળીનું કોરોના સેમ્પલ લેવાયું હતું દરમિયાન આ કેસની તપાસ ડીસા સર્કલ પોલીસ ઇન્સપેક્ટરને સોપાતા આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા.

સોશિયલ મીડિયા પર ફિટકાર વ્યક્ત કરતા લોકોએ જણાવ્યું હતું કે " આવા નરાધમને વિના વિલંબે ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ. અન્ય લોકોએ જણાવ્યું હતું કે લોકોના દિમાગ આટલા વિકૃત કેમ? એક ભાઈ પોતાની બહેન સાથે આ કૃત્ય કરી રહ્યો છે તો બીજી સ્ત્રીઓ કેટલી હદે સુરક્ષિત રહી શકે? હવે દીકરીઓના બાપે કોના પર ભરોસો મૂકવો જેવી કમેન્ટસ્ સોશિયલ મીડિયા પર દિવસભર જોવા મળી રહી હતી.

ધાનેરા ધારાસભ્યએ દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે ગૃહ મંત્રીને પત્ર લખી કડક કાર્યવાહીની માંગ કરવાની વાત કરી હતી. જ્યારે નટવરભાઈ ચૌધરી (દાંતીવાડા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ)એ કેસની સુનવણી ફાસ્ટ્રેક કોર્ટમાં થવી જોઈએ તેમ ઉમેર્યું હતું. મામલાની તપાસ કરી રહેલી પોલીસએ ડીસાના લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં આરોપીના ઘરે થી બાઈક તેમજ આરોપીના લોહીવાળા કપડા કબજે કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો