તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Father Did Not Want To Demolish The House He Built, So He Raised It From Jack To The East.

રાજસ્થાન:પિતાએ બંધાવેલું ઘર તોડાવવું નહોતું એટલે જેકથી ઊંચું કરાવીને પૂર્વમુખી કરાવી લીધું

પાલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના ગામમાં મકાનની દિશા બદલવાની મિસાલ

રાજસ્થાનના પાલી જિલ્લાના ખૂડીમાં એક ઘરની દિશા બદલવાનું કામ કરાયું છે. બન્યું એવું કે સોહનલાલ મહેન્દ્રકુમાર જાંગિડ તેમના દિવંગત પિતાએ 26 વર્ષ અગાઉ બંધાવેલું અંદાજે 3 હજાર સ્ક્વેર ફુટનું ઘર તોડાવવા નહોતા ઇચ્છતા. ઘરનો વાસ્તુદોષ દૂર કરાવવો પણ જરૂરી હતો. તેથી તેમણે ઘર જેકથી 7 ફૂટ ઊંચું કરાવીને તથા 8 ફૂટ પાછળ ખસેડીને દક્ષિણમુખીમાંથી પૂર્વમુખી કરાવી લીધું. આ કામમાં 4 મહિના લાગ્યા અને 25 લાખ રૂ. ખર્ચ થયો. સોહનલાલે જણાવ્યું કે મકાન તોડાવીને પૂર્વમુખી કરાવ્યું હોત તો 75 લાખ રૂ. ખર્ચ થયો હોત. આ કામ હરિયાણાની એક કંપનીની મદદથી કરાયું.

આ રીતે કર્યું : 350 જેક અને 200 રોલર લાગ્યા મકાનનો પાયો ખોદાયો. નીચે જેક લગાવાયા. 350 જેકથી મકાન 7 ફૂટ ઊંચું કરાવાયું. 200 રોલર વડે મકાનને 90 અંશના ખૂણે ફેરવીને 8 ફૂટ પાછળ ખસેડવામાં આવ્યું. સમગ્ર પ્રોજેક્ટમાં 16 મજૂરોએ 4 મહિના સુધી કામ કર્યું.

આ દાવો : પહેલી વાર આ રીતે દિશા બદલી

  • કોન્ટ્રાક્ટર ગુરદીપનો દાવો છે પહેલી વાર કોઇ મકાન 90 અંશના ખૂણે ફેરવાયું છે. તેઓ વર્લ્ડ રેકોર્ડ માટે ગિનીસ બુકમાં દાવો કરશે.
  • અગાઉથી બનેલા મકાનમાં બેઝમેન્ટ બનાવી શકાય છે, મકાન ઊંચું કરાવીને પાર્કિંગ બનાવી શકાય છે. મકાન રોડલાઇન કપાતમાં જતું હોય તો પાછું પણ ખસેડી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો