તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ગોઠવામાં જૂની અદાવતમાં યુવક પર પિતા-પુત્રએ ખૂની હુમલો કર્યો

વિસનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રા.પં.માં કરેલી અરજીનો ખાર રાખી પાઇપ માથામાં મારી
  • પિતા-પુત્ર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો

વિસનગરના ગોઠવા ગામમાં ગ્રામ પંચાયતમાં દબાણ અંગે કરેલી રજૂઆતની અદાવત રાખી પિતા-પુત્રએ કરેલા હુમલામાં યુવકને ગંભીર ઇજા થઇ હતી. યુવકની પત્નીને પણ ઇજા થઇ હતી. પોલીસે હુમલો કરનારા પિતા-પુત્ર વિરુદ્ધ ખૂનની કોશિશનો ગુનો નોંધ્યો છે.

ગોઠવાનાં જયેશભાઇ ડાહ્યાભાઇ પટેલ (49) શનિવારે સવારે તેમની ગાડી (જીજે 06 જેક્યુ 6030) લઇ ઘરેથી નીકળ્યા, ત્યારે તેમના મહોલ્લામાં રહેતા યાદવ સુરેશ પારસનાથે તમે ગ્રામ પંચાયતમાં મારા વિરુદ્ધમાં અરજીઓ કરી સંડાસ- બાથરૂમ તોડાવ્યું છે અને હાઇકોર્ટમાં પણ અમારા વિરુદ્ધ કાર્યવાહી કરી છે તેમ કહી અપશબ્દો બોલી ઉશ્કેરાઇ ગયેલા સુરેશભાઇએ લાકડી વડે હુમલો કર્યો હતો, જ્યારે સુરેશભાઇના દીકરા ચિરાગ યાદવે લોખંડની પાઇપથી ફટકા મારતાં તે ઢળી પડ્યા હતા. જયેશભાઇને બચાવવા વચ્ચે પડેલાં તેમનાં પત્ની વિણાબેનને પણ માર માર્યો હતો. ઘાયલ જયેશભાઇને સારવાર અર્થે મહેસાણા ખસેડ્યા હતા. આ બનાવ અંગે પોલીસે સુરેશ યાદવ અને ચિરાગ યાદવ સામે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો