તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • The Fan Asked Kajol, If Ajay Had Not Got Married To Shah Rukh? The Actress Responded Overwhelmingly

ચાહકે કાજોલને પૂછ્યું, અજય ના મળ્યો હોત તો શાહરુખ સાથે લગ્ન કર્યાં હોત? એક્ટ્રેસે જબરજસ્ત જવાબ આપ્યો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કાજોલે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનીથિંગ’ સેશન હોસ્ટ કર્યું હતું. આ સમય દરમિયાન ચાહકોએ કાજોલને મોટાભાગે શાહરુખ ખાનને લઈ સવાલ કર્યાં હતાં. એક ચાહકે એક્ટ્રેસને પૂછ્યું હતું કે જો અજય દેવગન તેના જીવનમાં ના આવ્યો હોત તો તેણે શાહરુખ ખાન સાથે લગ્ન કર્યાં હોત? જેના જવાબમાં કાજોલે કહ્યું હતું કે તે વ્યક્તિ પ્રપોઝ કરે તેવો નથી.

શાહરુખ-અજયમાંથી કોણ બેસ્ટ એક્ટર?
એક ફેને જ્યારે કાજોલને પૂછ્યું કે શાહરુખ તથા અજયમાંથી કોણ બેસ્ટ એક્ટર છે? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે આ પરિસ્થિતિ પર આધાર રાખે છે. શાહરુખ ખાન સાથેના બોન્ડિંગ પર કાજોલે કહ્યું હતું કે તેઓ જીવનભરના મિત્રો છે. કાજોલે શાહરુખને આઈકોનિક કહ્યો હતો. ઉલ્લેખનીય છે કે 90ના દાયકામાં કાજોલ તથા શાહરુખની જોડી હિટ હતી. બંનેએ ‘બાઝીગર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કરન અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈં’ તથા ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. 

ફર્સ્ટ ક્રશ સાથે જ લગ્ન કર્યાં
ઈન્ટરેક્શન દરમિયાન એક ચાહકે કાજોલને સવાલ કર્યો હતો કે તે બાળકોને (ન્યાસા તથા યુગ) પતિ કરતાં વધુ પ્રેમ કરે તો અજયને ઈર્ષ્યા થાય છે? જેના જવાબમાં કાજોલે કહ્યું હતું કે ક્યારેક-ક્યારેક. પહેલાં ક્રશ અંગે સવાલ કરવામાં આવ્યો તો કાજોલે કહ્યું હતું કે તેણે પોતાના પહેલાં ક્રશ સાથે જ લગ્ન કર્યાં છે. 
નોંધનીય છે કે અજય દેવગન તથા કાજોલે 24 ફેબ્રુઆરી, 1999ના રોજ લગ્ન કર્યાં હતાં. કાજોલ તથા અજય દસ વર્ષ બાદ ફિલ્મ ‘તાનાજી’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો