તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:આદિપુરમાં પરિવાર સૂતો રહ્યો, તસ્કરો 21 હજારની ચોરી કરી ગયા

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ-3/એમાં નિશાચરોએ હેન્ડલ લોક તોડીને ઘટનાને અંજામ આપ્યો

આદિપુરના વોર્ડ-3/એ માં પરિવાર રાત્રે સૂતો રહ્યો અને તસ્કરોએ રૂ.21,500 ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

મુળ ભાવનગરના શિહોરના હાલે આદિપુરના વોર્ડ-3/એપ્લોટ નંબર 193 માં રહેતા ભાવિકભાઇ કનૈયાલાલ નાથાણીએ ફરિયાદ નોંધાવી છે કે, તા.6/9 ના રોજ રાત્રે જમી, થોડીવાર ટીવી જોયા બાદ તેમનો પરિવાર અંદર આવેલા બેડરૂમમાં સૂઇ ગયા હતા. તા.7/9 ના સવારે છ વાગ્યે ઉઠી બહાર આવીને જોયું તો હોલનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને સોફા ઉપર રાખેલા બે મોબાઇલ પણ જોવા ન મળતાં પત્ની વૈશાલીને આ બાબતે જાણ કરતાં બાજુના રૂમમાં તપાસ કરી તો કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો ચેક કર્યું તો કબાટના ખાનામાંથી તસ્કરોએ ચાંદીના સાંકળા, ચાંદીની વીંટી, કાંડા ઘડિયાળ અને રોકડા રૂ.1,500 સહિત કુલ રૂ.21,500 ની ચોરીને અંજામ આપી દીધો હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધવું રહ્યું કે, લોકડાઉન બાદ સંકુલમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો તેમજ લૂંટના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે હાલ રહેવાસીઓમાં ભયનો માહોલ છે. તો આ પ્રકારના વધતા જતા બનાવો પોલીસ માટે પડકાર બન્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો