તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:પરિવારે મોભીની તિથિએ રક્તદાન કેમ્પ યોજ્યો

ટંકારા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટંકારાના વીરપર ગામે પરિવારે નિર્ણય કર્યો

ટંકારા તાલુકાના વીરપર ગામે ગામડાના જૈફ વયના વૃધ્ધાની પૂણ્યતિથી નિમીતે રકતદાન કેમ્પનું આયોજન કર્યુ હતું.

હાલની કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લઈ પિતૃના મોક્ષાર્થે કરાતુ પરીવારે સમાજોપયોગી કાર્ય કરવાનુ નક્કી કરી આંગણે જ રકતદાન કેમ્પનું આયોજન કરી એકઠા થયેલા રક્તને જરૂરીયાતવાળા દર્દીઓને વિનામુલ્યે મળે તે માટે બ્લડબેંકમા જમા કરાવી અન્ય સમાજને એક અનોખો રાહ ચીંધ્યો છે. ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર વસેલા વિરપર ગામે ગામડાના એક પરીવારના વયોવૃધ્ધ વજીબેન કરસનભાઈ બાવરવાનુ એક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. ત્યારે પરિવારે પરંપરાગત રીવાજના ચિલ્લાને ફગાવી દઈ આ મહામારીમાં સમાજઉપયોગી કાર્ય કરવાનુ ઘરમેળે નક્કી કરી ઘરના મોભીની મૃત્યુતિથીએ અન્યને મદદ કરવા આંગણે જ રકતદાન કેમ્પનુ સરાહનિય આયોજન કર્યુ હતુ. જેમા પરીવારના સવજીભાઈ, નરભેરામભાઈ, પ્રભુભાઈ, નરેશભાઈ બાવરવા સહિતના અનેક સ્નેહીજનોએ બ્લડ ડોનેટ કર્યુઁ હતુ. એકઠુ થયેલ રકત મોરબીની બ્લડબેંકમા જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે મળેએ હેતુથી જમા કરાવી સમાજને રાહ ચિંધાયો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો