તક્ષશિલા અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ / મૃતકોના પરિવારવાજનોએ તક્ષશિલા આર્કેડ ખાતે રડતી આંખે શ્રદ્ધાંજલી અર્પી

માતા-પિતાએ રડતી આંખે પુત્રીને શ્રદ્ધાંજલી અર્પી
X

  • અગ્નિકાંડે રાજ્ય સહિત દેશને હચમચાવી નાંખ્યું હતું
  • હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 07:29 PM IST

સુરત. આજથી એક વર્ષ પહેલાં દેશભરમાં ચકચાર મચાવી દેનાર સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં 22 માસૂમોએ પોતાના પરિવારના સભ્યોની નજર સામે જ જીવ ગુમાવ્યો હતો. આજે એક વર્ષ પૂર્ણ થતા મૃતકોના પરિવારજનો તક્ષશિલા આર્કેટ ખાતે પહોંચ્યા હતા અને રડતી આંખે શ્રદ્ધાંજલી પાઠવી હતી.

અગ્રિકાંડના દ્રશ્યો સામે આવતાં મૃતકોના પરિવારનું કાળજુ કંપી ઉઠે છે

આજે એક વર્ષ પૂર્ણ થવા છતા તશ્રશિલા અગ્રિકાંડના દ્રશ્યો સામે આવતાં મૃતકોના પરિવારનું કાળજુ કંપી ઉઠે છે. શહેરના તક્ષશિલા અગ્રિકાંડમાં 22 બાળકોના મૃત્યું થયા હતા. આ અગ્નિકાંડે રાજ્ય સહિત દેશને હચમચાવી નાંખ્યું હતું. એક સાથે 22 બાળકોના મોતથી રાજ્યમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, આજે એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે. આજે રડતી આંખે મૃતકોના પરિવારજનોએ તક્ષશિલા આર્કેટ ખાતે પહોંચી શ્રદ્ધાંજલી અર્પી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી