તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂથી ફાયદો:રાતના કર્ફ્યૂથી વૃદ્ધો અને બીમારોને ફાયદો, કોરોના સંક્રમણનું જોખમ 30% ઓછું

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં સંક્રમણ વધ્યા બાદ વડોદરામાં કોરોનાના કેસો પ્રમાણમાં ઓછા વધ્યા છતાં નાઇટ કર્ફ્યુ નખાયો છે. જોકે સંક્રમણ અને કોરોનાના તજ્જ્ઞોના જણાવ્યા મુજબ નાઇટ કર્ફ્યુથી ઘરના વૃદ્ધો અને અન્ય બીમારી સાથે જીવતા કો મોર્બિડ દર્દીઓને સૌથી વધુ ફાયદો થાય છે. કારણ કે, ઘરનો કોઇ સભ્ય સંક્રમિત થાય ત્યારે તેનું સંક્રમણ લાગવાની શક્યતાઓ આ લોકોમાં જ સૌથી વધારે હોય છે. રાત્રીના સમયે લોકો બિનજરૂરી રીતે જ ફરવા નીકળતા હોય છે અને જાણે અજાણે સંક્રમણનો ભોગ બની જતા હોય છે. રાત્રી દરમિયાનના કર્ફ્યુથી સંક્રમણનો ફેલાવો 30 ટકા જેટલો ઘટાડી શકાય છે.

શહેરના 3 તબીબી તજ્જ્ઞોના મત મુજબ નાઇટ કર્ફ્યુ લાગુ કરવાથી દિવસનું સંક્રમણ ન અટકે, પણ સંતુલન ચોક્કસ સર્જાય

અન્ય શહેરોમાંથી આવતો ચેપ ઘટશે: રાત્રી કર્ફ્યુથી બીજાં શહેરોમાં કામસર જતા લોકો અોછા થયા છે. ઉપરાંત તહેવારના માહોલમાં જે છૂટછાટો લોકોએ લેવા માંડી હતી અને જેને લીધે આ પોઝિટિવ કેસો આવવા માંડ્યા છે તે ઓછા થશે. જોકે કોલ સેન્ટર સહિતની નાઇટ ડ્યૂટી કરતા લોકો અટવાઇ જાય છે.- ડો. હિતેન કારેલિયા, સંક્રમણ તજ્જ્ઞ

રાત્રી કર્ફ્યુથી ચેપની ગંભીરતા સમજાશે: આજકાલ બેવડી ઋતુનો માહોલ છે. આ માહોલમાં કોરોના સહિતના વાઇરસ વધુ સક્રિય બને છે. કર્ફ્યુનો એક ફાયદો એ થાય છે કે લોકો રાત્રે ઘરે રહે તો ચેપની શક્યતા ઘટી જાય છે. રાત્રી કર્ફ્યુથી દિવસનું સંક્રમણ તો ન અટકે પણ સંતુલન ચોક્કસ સર્જાય. કર્ફ્યુથી લોકોમાં સંક્રમણ પ્રત્યે ગંભીરતા ઊભી થાય છે. - ડો. વિહંગ મજમુદાર પૂર્વ પ્રાધ્યાપક, બરોડા મેડિકલ કોલેજ

રાત્રે બહાર જતા લોકો ચેપ ફેલાવતા અટકશે: શહેરમાં રેસ્ટોરન્ટ, ચા-કોફીના સેન્ટરો કેટલાંક વર્ષ દરમિયાન વધુ ખૂલ્યા છે અને ત્યાં યુવાનો વધુ જાય છે. તેમને સંક્રમણ થાય તો તે ઘરે આવી પરિવારને સંક્રમિત કરી શકે છે. કિશોર અને યુવાવય હોવાથી તેઓ કોરોનામાંથી બહાર આવી શકે છે પણ વૃદ્ધો અને અન્ય રોગથી પીડાતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ શકે છે. - ડો. રાજુ બક્ષી, એડોલેસન્ટ પીડિયાટ્રિશિયન

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો