તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સીસીટીવી આધારે અકસ્માત સર્જનાર ઇકોચાલક ઝડપાયો

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

બહુચરાજીના કાલરી- ચડાસણા વચ્ચે બાઈક ચાલકને ટક્કર મારી મોત નીપજાવી ફરાર થયેલા ઈકોચાલકને પોલીસે સીસીટીવી કેમેરા આધારે ઓળખ કરી ગાડી સાથે ઝડપી લીધો હતો. ગત ગુરુવારે અમદાવાદના માંડલનો શૈલેશભાઈ ગોરધનભાઈ ઓડ બાઈક લઈ ઊંઝાના ઐઠોર ગામે ઈંટવાડાના કામે જતો હતો. ત્યારે કાલરી- ચડાસણા વચ્ચે ઈકોની ટક્કરે મોત થયું હતું. જે અંગે બહુચરાજી પોલીસે ઈકોચાલક સામે ગુનો નોંધ્યો હતો.

જેમાં પોલીસે નેત્રમની મદદથી સુવિધા સર્કલ અને પાલાવાસણા સર્કલના સીસીટીવી કેમેરા ચેક કરતાં અકસ્માત સર્જનાર જીજે 02 ડીએ 6156 નંબરની ઈકો ગાડી હોવાનું જણાયું હતું. જે અંગે બહુચરાજી પીએસઆઇ એમ.જે. બારોટને જાણ કરતાં તેમણે ગાડીચાલકને શોધી ઝડપી લીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઊકેલ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો