તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ચાલક જ હત્યારો નીકળ્યો, ક્લિનર ટ્રકમાં ધુણવા લાગતા મારી નાખ્યો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચીનથી મળેલી લાશનો ભેદ PMથી ઉકેલાયો

સચીન હાઇવે પરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો હતો. જેમાં મૃતકની હત્યા ટ્રકના ચાલકે જ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પણ જામનગરના ગુમ થયેલા આ યુવકના પરિવારજનોએ શોધખોળ માટે આવતા પોલીસને તેના હત્યારાનો પતો હાથ લાગ્યો હતો. સચીન પોલીસે ટ્રક ચાલક વિરેન્દ્વસિંહ ઉર્ફે વિક્કી કિરીટસિંહ જાડેજા(27)(રહે,જામનગર)ની ધરપકડ કરી છે.ક્લિનર વિરમદેવ પ્રતાપસિંહ જેઠવા(રહે,જામનગર) ચાલુ ટ્રકમાં કામરેજ ટોલનાકા પછી રડારડ કરી ધુણવા લાગ્યા બાદ ચાલક સાથે ગેરવર્તન કરતો હતો. દોઢેક કલાક જેટલો ક્લિનરનો ત્રાસ સહન કરી છેવટે ચાલકે કંટાળીને સચીન હાઇવે એક ઢાબા પાસે તેને ઉતારી ઢીકમુક્કીનો માર મારી લોંખડનો સળિયો માથા અને પેટમાં મારી ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટનામાં 6 તારીખે સચીન પોલીસે પહેલા અકસ્માત નોંધ દાખલ કરી બાદમાં એકસીડન્ટની કલમો દાખલ કરી હતી. પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.

હત્યા થઈ હોવાની વાત સામે આવી ત્યારે પણ મરણ જનારની ઓળખ થઈ ન હતી. જેથી પોલીસ મુંુઝવણમાં હતી. શનિવારે મૃતકના પરિવારજનોએ લાશ જોઇને તે વિરમદેવ જેઠવાની હોવાની વાત કરી હતી. પછી પોલીસને એક પછી એક કડી હાથ લાગતા હત્યારો ગણતરીના કલાકોમાં હાથમાં આવી ગયો હતો. મરણજનાર અને હત્યારો મામા-ફુઈના દીકરા છે અને મરણ જનાર કામ ધંધો કરતો ન હોવાથી હત્યારો તેને ક્લીનર તરીકે લાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો