તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આગળ ચાલતી કારના ચાલકે બ્રેક મારતા પાછળની 4 કાર અથડાઈ

કરજણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ નેશનલ હાઈવે પર ભારત કોટન ક્રોસીંગ પાસે એકસાથે પાંચ કરોનો અકસ્માત થયો હતો.
  • કરજણ હાઈવે પર ભારત કોટન પાસે 5 કાર વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ ન હતી

કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલ ભારત કોટન પાસેનું ક્રોસીંગ દિવસે ને દિવસે અકસ્માત ઝોન બનતું ગયું છે. વડોદરાથી ભરૂચ તરફ જતી કારના ચાલકે એકદમ બ્રેક મારતા પાછળ આવતી અન્ય કારો આગળની કાર સાથે અથડાતા એકસાથે પાંચ કારો એકબીજા પાછળ અથડાઈ હતી. કારમા સવાર લોકોને કોઈ ઇજાઓ થવા પામી નથી.કરજણ નેશનલ હાઈવે 48 પર કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં પ્રવેશવાની અને સરકારી કચેરી તરફ જવાની ભારત કોટન વાળું ક્રોસીંગ અકસ્માત ઝોન બની જવા પામ્યું છે અને આ ક્રોસીંગ પર અવાનર નવાર અકસ્માતો થાય છે.

જેમાં આજરોજ રવિવારે સાંજે એક કારચાલક વડોદરાથી ભરૂચ તરફ જતી ટ્રેક પર કારની બ્રેક મારતા કારની પાછળ આવતી અન્ય ચાર કારો એક પછી એક એકબીજાની પાછળ અથડાઈ હતી. આમ વાહનવ્યવહારથી ધમધમતા હાઈવે પર એકસાથે પાંચ કારો અથડાતા એકસમયે ટ્રાફીકજામ થઈ ગયો હતો. પરંતુ પછી ટ્રાફીક હળવો થઈ જવા પામ્યો હતો. જ્યારે અકસ્માતમાં કારમા સવાર લોકોને ઈજા થવાપામી ન હતી. પંરતુ અકસ્માતમાં કારોનો પાછળનો ભાગ અને આગળાના બોનેટનો ખુરદો બોલી જવાપામ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો