તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:રિક્ષાનું આગળનું વ્હીલ નીકળી જતાં ચાલકનું મૃત્યુ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીના જુનાથાણાના રામજી મંદિર પાસે પ્રાણજીવન બાબુભાઈ પટેલ(ઉવ.58)તેમના પરીવાર સાથે રહે છે. પ્રાણજીવનભાઈ રિક્ષા ચાલવી તેમનું અને પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતા હતા. તેઓ તા.17ના રોજ મરોલી તરફ રીક્ષા નંબર GJ 21 T 1984 લઈને જતા હતા ત્યારે મરોલી સુગર ફેક્ટરી પાસેથી નવસારીથી સુરત તરફ જતા માર્ગ પરથી પસાર થતી વખતે અચાનક રિક્ષાનું આગળનું વ્હીલ નીકળી ગયું હતું. જેથી રિક્ષા આગળ જઈને ડિવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ચાલક પ્રાણજીવનભાઈને માથાના ભાગે અને શરીરે ઈજા થતા તેમને સારવાર માટે મરોલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જેમાં તેમની ટુંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો