થરાદ / બનાસ ડેરીના ટેન્કરના ડ્રાઇવર અને કંડકટર બારોબાર દૂધ વેચતાં ઝડપાયા

The driver and conductor of Banas Dairy tanker selling milk illegally

  • થરાદની ચુડમેર દુધમંડળીના મંત્રીની પોલીસ મથકે ફરિયાદ
  • ચોરીનું 80 લીટર દુધ ખરીદનાર  ઉચપાવાળાનો શખ્સ રંગેહાથ ઝડપાયો

Divyabhaskar.com

Dec 14, 2019, 09:02 AM IST
થરાદઃ દુધમંડળીઓમાંથી દુધ એકઠું કરી ડેરીમાં પહોંચાડનાર ડેરીના ટેંકર ચાલક અને કંડકટર બારોબાર દુધ વેચી દેતા હોવાનુ કોભાંડ બહાર આવતા ચુડમેર દુધમંડળીના મંત્રીએ ડ્રાઇવર,કંડકટર અને ચોરીનુ દુધ ખરીદનાર વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બનાસડેરીમા ટેન્કરો દ્વારા મોકલવામાં દુધમાં ઘટ તેમજ ગુણવત્તા હલકી આવતી હોવાના કારણે થરાદની ચુડમેર દુધમંડળીના મંત્રી હેમજીભાઇ માનસંગભાઇ પટેલે પ્રતાપપુરા અને મહાદેવપુરાના મંત્રીઓને પુછતા તેમણે પણ દુધમાં ઘટ આવતી હોવાનુ જણાવ્યું હતુ. જેથી ચુડમેર દુધમડળીના મંત્રી હેમજીભાઇએ તપાસ કરતા રૂટ નં.15 ટેન્કરના ડ્રાઇવર શીવાભાઇ ધેગાભાઇ રાજપુત અને કંડકટર સુરેશભાઇ રાજપુત(રહે.જમડા તા.થરાદ)દુધના દરેક કેનમાંથી થોડુ થોડુ દુધ કાઢી છગનભાઇ ગોવિંદભાઇ પ્રજાપતિ(રહે.ઉચપાવાળા)ને બારોબાર વેચતા હોવાનુ જાણવા મળ્યું હતુ.
જેથી દુધમંડળીના મંત્રી હેમજીભાઇએ ચોરીના 80 લિટર દુધ બારોબાર ખરીદતા છગનભાઇ ગોવિદભાઇ પ્રજાપતિને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જો કે ટેન્કરના ડ્રાઇવર અને કંડકટર ટેન્કર લઇ ભાગી ગયા હતા. જે અંગે ચુડમેર દુધમંડળીના મંત્રી હેમજીભાઇ માનસંગભાઇ પટેલે થરાદ પોલીસ મથકે ટેન્કર ચાલક શીવાભાઇ ધેગાભાઇ રાજપુત, કંડક્ટર સુરેશભાઇ રાજપુત અને દુધ ખરીદનાર છગનભાઇ ગોવિંદભાઇ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
X
The driver and conductor of Banas Dairy tanker selling milk illegally

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી