સુરત / મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ થતી વખતે ઊંઘતા ઝડપાયા

પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ ડ્રાફ્ટ બજેટ રજૂ થતી વખતે ઊંધી ગયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયાં હતાં

  • પાલિકા કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં અને ડેપ્યુટી કમિશનર ચુસ્તીમાં હતા

Divyabhaskar.com

Jan 24, 2020, 06:38 PM IST

સુરતઃગુરૂવારના રોજ મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની ડ્રાફ્ટ બજેટ રજૂ કરી રહ્યાં હતાં એ દરમિયાન પાલિકામાં ડેપ્યુટી કમિશનર તરિક ફરજ બજાવતાં કેતન પટેલ રીતસરના ઊંઘતાં કેમેરામાં કેદ થયાં હતાં. જો કે તેમનું કેમેરામાં શૂટિંગ થઈ રહ્યું હોવાનું તેમના ધ્યાન પર આવતાં જ ચુસ્તીને દૂર કરી ફરી સ્વસ્થ થઈને ચશ્મા પહેરીને કામે લાગી ગયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કંડારાઈ ગયાં હતાં.

વન મેન આર્મીની ઓળખ

પાલિકામાં વર્ષોથી એક જ ખાતામાં પર રહ્યાં બાદ છેલ્લા થોડા સમયથી ડેપ્યુટી કમિશનર કેતન પટેલ ટાઉન પ્લાનિંગમાં કામ છે. વન મને આર્મીની ઓળખ ધરાવતા કેતન પટેલ શાસક પક્ષ અને વિપક્ષ બન્નેને સાથે લઈને ચાલતા હોવાની છાપ ધરાવે છે. પાલિકાના 6003 કરોડના ડ્રાફ્ટ બજેટ વખતે નિંદર ભરેલી લાલઘૂમ આંખો સાથે કેતન પટેલે ઝબકી મારી લીધી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયાં હતાં.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી