તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આદેશ:બાળકનો કબજો માતાને સોંપવાનો અદાલતનો ઇનકાર

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાની અરજી કાયદા મુજબ ન હોય કોર્ટે ફગાવી

જીવાપરમાં રહેતા કિરણભાઇ દયાળજીભાઇ પરમારના લગ્ન પાર્વતીબેન સાથે થયા હતાં. લગ્ન જીવન દરમ્યાન બાળકનો જન્મ થયો હતો. પતિ કિરણભાઇનું અવસાન થતાં પાર્વતીબેન તેણીના માવતરે જતા રહ્યા હતાં અને પાંચ વર્ષના પુત્ર ભવ્યનો કબજો તેમના સાસરા પક્ષ પાસેથી મેળવવા જામનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. જે ચાલી જતાં માતા તરફે રોકાયેલા વકીલે પિતા ગુજરી ગયા બાદ માતા પ્રથમ વાલી ગણાય તેવી રજૂઆત કરી હતી. જેની સામે બાળકના કાકા તરફે રોકાયેલા વકીલે રજૂઆત કરી હતી કે માતાની અરજી કાયદા મુજબ ન હોય બાળકનો કબજો દાદી તથા કાકા પાસે હોય તે ગેરકાયદે અટકાયત ન કહેવાય. જે ધ્યાને લઇ અદાલતે સગીર બાળકનો કબજો માતાને સોંપવાનો ઇન્કાર કરી માતાની અરજી ફગાવી દીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો