સુરત / સુરતમાં કોરોના સામે જાગૃતિ લાવવા માટે યુગલે લગ્નની તારીખ લંબાઈ દીધી

પાંડેસરા વિસ્તારના કપલે લક્ષ્મી અને ધીરજે પોતાના લગ્ન મોકૂફ કરી જન જાગૃતિનો સંદેશ આપ્યો છે.
પાંડેસરા વિસ્તારના કપલે લક્ષ્મી અને ધીરજે પોતાના લગ્ન મોકૂફ કરી જન જાગૃતિનો સંદેશ આપ્યો છે.

  • ધીરજ અને લક્ષ્મીએ લગ્ન મોકૂફ રાખીને જાગૃતિ ફેલાવી
  • 28-29 માર્ચની જગ્યાએ લગ્ન બાદમાં કરવાનો નિર્ણય

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 11:57 AM IST

સુરતઃસમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત અને સુરતમાં પણ વધતા જતા કેસોને લઈને લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે. આ મહામારી વચ્ચે પાંડેસરામાં રહેતા એક કપલે પોતાના લગ્ન મોકૂફ રાખીને જનજાગૃતિનો અનોખો સંદેશ આપ્યો છે. કપલે પોતાના લગ્નમાં થનારી ભીડને ટાળવા માટે 28 અને 29મી માર્ચે યોજનારા લગ્ન મોકૂફ રાખ્યા છે.

લગ્ન બાદમાં યોજવાનો નિર્ણય

પાંડેસરામા રહેતા લગ્નના બંધને બંધાવા જઈ રહેલા મહારાષ્ટ્રીયન ધીરજ સુરેશભાઈ સોનવને (ઉ.વ.આ.23) રહે નાગસેન નગર અને લક્ષ્મી સાહેબરાવ સોનવને(ઉ.વ.આ. 22)નાની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બન્નેના માર્ચની 28-29 તારીખના રોજ લગ્ન નક્કી થયા હતાં.

મહામારી હટ્યા બાદ લગ્ન કરીશુ

સુરતીઓ લગ્ન લંબાવી લોકોમાં ભીડભાળથી દૂર રહી જાગૃતતાનો અનોખો સંદેશો આપી રહ્યા છે. સુરતના પાંડેસરાના એક મહારાષ્ટ્રીયન યુવકે 28-29 માર્ચના લગ્ન એપ્રિલ મહિનામાં કરવાનો નિર્ણય કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. ધીરજનું કહેવું છે કે, લક્ષ્મી સાથે મારા જીવનભરના સંબંધ બંધાયા પછી ફેરા તો ગમે ત્યારે લઈ શકાય પણ આ માહામારી સામે હાલ આખો દેશ લડી રહ્યો છે ત્યારે હું લગ્નમાં સમાજ અને મિત્રોને ભેગા કરી આ વાઇરસનો ચેપ આપું એ મંજૂર નથી. મારા આ વિચારમાં મારી ફિયાન્સી લક્ષ્મી) પણ સહમત થતા અમે લગ્ન એપ્રિલમાં કે ત્યાર પછી જ્યારે આ જીવલેણ બીમારી હટશે ત્યારે તારીખ નક્કી કરી અગ્નિના સાત ફેરા ફરી સુખમય દામ્પત્ય જીવનમાં જોડાઈશું.

X
પાંડેસરા વિસ્તારના કપલે લક્ષ્મી અને ધીરજે પોતાના લગ્ન મોકૂફ કરી જન જાગૃતિનો સંદેશ આપ્યો છે.પાંડેસરા વિસ્તારના કપલે લક્ષ્મી અને ધીરજે પોતાના લગ્ન મોકૂફ કરી જન જાગૃતિનો સંદેશ આપ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી