તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પોલિટીકલ:ફુવારાનું ઉદઘાટન કરાયાના વિવાદે આંતરીક રાજકારણ ગરમાયું

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરના3/એના બગીચાનાફુવારાથી સત્તાપક્ષમાં કમઠાણ

ગાંધીધામ નગર પાલિકાએ લાખો રૂપિયાના વિકાસ કામો શરૂ કર્યા છે.3/એ વિસ્તારના ગાર્ડનમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.બગીચામાં મુકાયેલા અધતન ફુવારાના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.એક નગરસેવકે ફુવારાનું ઉદધાટન થયાનું જાહેર કરતાં ભાજપમાં ભડકો થયો હતો.બગીચા સમિતીના ચેર પર્સન સહીતનાને અંધારામાં રાખ્યાની બુમાબુમ બાદ પાલિકા પ્રમુખે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવતાં મામલો થાળે પડયો હતો.

બગીચા સમિતિના ચેર પર્સનને અંધારામાં રાખ્યા હોવાની ચર્ચાઓ
પાલિકાના વિકાસ કામમાં કોઈને કોઈ વિવાદ થતાં આવ્યા છે.પ્રદેશ પ્રમુખ પાટીલ ભલે જુથવાદને નાથવાની જાહેરાત કરે પરંતું અહી અવારનવાર જુથવાદના દર્શન લોકોને ભાજપના સભ્યો કરાવતા રહે છે.સુત્રોના દાવા મુજબ સરદાર પટેલ ગાર્ડન (3/એ)માં જરૂરી લોક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.અંદાજે15લાખથી વધુ સુવિધામાં રંગબેરંગી ફુવારાનો પણ સમાવેશ થાય છે.આ ફુવારાના લોકાર્પણની તૈયારીના ભાગરૂપે અને જરૂરી કાર્યવાહીના ભાગરૂપે ટેસ્ટિંગ કરવામાં આવ્યા બાદ નગરસેવક મનોજ મુલચંદાણીએ ફુવારાનું ઉદધાટન કરાયાની વાત ભાજપના સોશયલ ગ્રુપમાં મુકતા દેકારો થયો હતો.એક વર્ગની નારાજગી બાદ ખુદ બગીચા સમિતીના ચેર પર્સન દિવ્યા નાથાણીએ પણ કહેવાય છે કે વિરોધ કરેલ.કયાંક કાચું કપાયાકે અધકચરા સંદેશાએ ભાજપમાં હલચલ મચાવ્યા બાદ પ્રમુખ કાનજીભાઈ ભર્યાએ માત્ર ટેસ્ટિંગ હોવાનું જણાવતાં મામલો શાંત પડયો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો