તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આભાર:આધોઇની મહિલાની સ્થિતિ બગડતાં એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવાઇ

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના આધોઈ ગામની સીમમાં રહેતા પપ્પુભાઈની પત્ની ડબ્લીબેનને પ્રસુતિની પીડા થતાં તેમના ભાઈ એ 108 માં કોલ કરી ને જાણ કરતાં સામખિયાળી લોકેશનની ટીમ પાયલોટ પ્રવીણભાઈ કાપડી અને ઈ.એમ.ટી રમેશ બામણીયા તત્કાલીન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પ્રસુતાને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ ડીલીવરીનો દુ:ખાવો અસહ્ય હોવાથી અને અધુરા મહિને પ્રસુતિની પીડા હોવાથી 108 ના સ્ટાફને ક્રીટીકલ સ્થિતિ માલુમ પડતાં સ્ટાફે તજજ્ઞ તબીબના સતત સંપર્કમાં રહીને સામખિયાળી 108ની ટીમે એમ્બ્યુલન્સમા સફળતાપુર્વક ડીલવરી કરાવીને માતા તથા બાળકને નજીકની ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા. અધુરા મહિને સફળતા પુર્વક એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવા બદલ 108 ના અધિકારીઓએ સામખિયાળી 108 ના ટીમના રમેશ બામણીયા તથા પાયલોટ પ્રવિણ કાપડીને કોલ કરીને અભિનંદન પાઠવ્યા હતા, તો દિકરાનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને અંતે પરિવાર એ 108 અને 108 સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યા હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો