તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • The Collector Will Be Presented To Ensure That The Hajipur Fare Is Not Canceled

હાજીપીરનો મેળો રદ્દ ન થાય તે માટે કલેકટરને રજૂઆત થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેળા બાબતે આજની મિટિંગમાં નિર્ણય : કલેક્ટર
  • કોરોના વાયરસના ભયને કારણે રાજય સરકારે સમૂહમાં ભેગા ન થવા આદેશ બહાર પાડ્યો છે ત્યારે
  • મોરબી, જામનગર, વાંકાનેર સહિતના વિસ્તારોના પદયાત્રીઓ કચ્છમાં પહોંચ્યા છે : મુસ્લિમ આગેવાનો, સરપંચ અને મેળા સમિતિની બેઠક મળી

ભુજઃ કોરોના વાયરસના ભયને કારણે રાજય સરકાર દ્વારા સમુહમાં ન એકઠા થવા તેમજ સામાજીક-ધાર્મિકા કાર્યક્રમો ન યોજવા રાજય સરકાર દ્વારા ફરમાન કરાયું છે. આવતા સપ્તાહે હાજીપીરનો મેળો છે જેની તારીખ એક માસ અગાઉ જાહેર થઇ ગઇ હતી, જેના લીધે કચ્છ બહારના પદયાત્રીઓ પણ પગે નીકળી જઇ કચ્છમાં પહોંચી આવ્યા છે ત્યારે આ મેળો રદ્દ ન થાય તે માટે સરપંચ, મેળા સમિતિ સહિતના આગેવાનો કલેકટરને રજૂઆત કરશે. હાજીપીરના મેળો ત્રણ દિવસ માટે તા. 28, 29 અને 30 માર્ચના યોજવાની જાહેરાત એક માસ અગાઉ કરી દેવાઇ હતી. 
મેળો ચાલુ રખાય તે માટે રજૂઆત કરવામાં આવશે તેવું ઉચ્ચારણ થયું હતું.
સમગ્ર દેશમાં કોરોના વાયરસના ભયના પગલે રાજય સરકાર દ્વારા બે સપ્તાહ સુધી મોલ, સિનેમાઘર, સ્કુલ-કોલેજ, શાળાકીય પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક-ધાર્મિક આયોજનો રદ્દ કરવા આદેશ કર્યો છે. તો કોઇ જગ્યાએ સમુહમાં લોકો ભેગા ન થાય તેની પણ તાકીદ કરાઇ હતી. બીજી તરફ કચ્છના શહેનશાહ હાજીપીરના મેળામાં દર વર્ષે કચ્છ તેમજ અન્ય જિલ્લાના લાખો પ્રવાસીઓ ઉમટતા હોય છે. એક માસ પહેલા જાહેર થયેલી તારીખને કારણે અન્ય જિલ્લાના પદયાત્રીઓ પગે નીકળી ગયા છે અને કચ્છમાં પણ પહોંચી આવ્યા છે, ત્યારે હાજીપીરનો મેળો રદ્દ ન કરાય તે માટે દરગાહના મુજાવર, હાજીપીર મેળા સમિતિના સદસ્યો, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદારોએ ભુજમાં મીટીંગ યોજી હતી. જેમાં આજે બુધવારે જિલ્લા કલેકટરને મેળો ચાલુ રખાય તે માટે રજૂઆત કરવામાં આવશે તેવું ઉચ્ચારણ થયું હતું.

રણકાંધીએ યોજાનારા હાજીપીરના 
ત્રિ-દિવસીય મેળાના આયોજન અંગે કલેક્ટર પ્રવીણા ડી.કે.નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મોટા સમૂહની આસ્થા જેની સાથે જોડાયેલી 
તેવા મેળા અંગે તા.18/3, બુધવારના મળનારી મિટિંગમાં નિર્ણય કરવામાં આવશે. 

‘રોડના કામમાં લોટ, પાણી અને લાકડા’નો તાલ સર્જાયો
હાજીપીરની દરગાહથી દેશલપર ગુંતલી સુધી 32 કીલોમીટર રોડ બનાવવાનું કામ જાહેર થઇ ગયું હતું. દેશલપરથી ધોરડો સુધી 16 કીમીના રોડની કામગીરી હાલમાં ચાલુ છે જેનું નિરીક્ષણ કોંગ્રેસી અગ્રણી આદમ ચાકી અને નખત્રાણા તા.પં. સદસ્ય આદમ લાંગાયએ કરતા કહ્યું હતું કે, માત્ર પુલિયાનું જ કામ જોવામાં આવે છે અને ધુળના ઢગલા પડયા હોવાથી માણસો કે વાહનની અવરજવર થઇ શકે તેમ નથી. તો ચાલુ કામગીરીએ ગાડીઓની અવરજવર ચાલુ રખાઇ છે. રોડનું કામ ભુજ ધારાસભ્યના અંગતને અપાયો હોવાથી કામગીરીમાં લોટ, પાણીને લાકડા જેવો તાલ સર્જાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો