તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એજ્યુકેશન:રાવપુરામાં કોચિંગ ક્લાસે વિદ્યાર્થીઓને બોલાવતાં હોબાળો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના વચ્ચે સરકારે ખાનગી ક્લાસીસને પરવાનગી આપી નથી ત્યારે રાવપુરામાં ખાનગી કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ બોલવતા વિવાદ થયો હતો. કોરોનાને પગલે સ્કૂલ-કોલેજ સહિત ખાનગી ટ્યૂશન ક્લાસ શરૂ ન કરવાની સૂચના હોવા છતાં રાવપુરામાં આવેલા એન.એમ. ક્લાસીસ ધો. 12ના વિદ્યાર્થીઓ માટે ખોલાયા હતા. ઘીકાંટા રોડ પર આવેલા એનએમ ક્લાસીસમાં વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા હોય તેવું નજરે પડ્યું હતું.

વિદ્યાર્થીઓને કોચિંગ અપાતું નહતું, પરંતુ તેઓ રિવિઝન કરી રહ્યા હતા. જોકે સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું હોય તેવો કિસ્સો નોંધાયો હતો. ક્લાસના સંચાલક ઉમેશ મોદીએ જણાવ્યું કે, 25 તારીખથી ધોરણ 12ની પૂરક પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પોતે જ અભ્યાસ કરવા આવ્યા હતા. વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં મુશ્કેલી હતી, જેથી તેઓ આવ્યા હતા. મને જાણ કરી નહતી. વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસી રિવિઝન કરતા હતા અને હું કેબિનમાંથી ઓનલાઈન ક્લાસ લઇ રહ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો